પર્યાવરણને નુકસાન:વાલિયાના માર્ગો પર ચાલતી બસના ધુમાડા વાહન ચાલકો માટે આફત

વાલિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
STની ખખડધજ બસનો વીમો અને ફિટનેસ પણ પૂરાં થઈ જતાં હવે રસ્તા ઉપર ધૂમાડાના ગોટે ગોટા ઉડાવી રહી છે. - Divya Bhaskar
STની ખખડધજ બસનો વીમો અને ફિટનેસ પણ પૂરાં થઈ જતાં હવે રસ્તા ઉપર ધૂમાડાના ગોટે ગોટા ઉડાવી રહી છે.
  • બસને અકસ્માત થાય તો મુસાફરોના નુકસાન માટે જવાબદાર કોણ ?

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડેપોની લોકલ એસટી બસ પર્યાવરણને નુકસાન પહોંચાડતી કાળા ધુમાડાના ગોટા કાઢતી રસ્તે ચલાવવામાં આવે છે .જ્યારે આ ખખડધજ એસટી બસનો વીમો અને ફિટનેસ પણ ઘણા સમયથી પૂરા થઈ ગયા છે .ન કરે નારાયણને આ બસનો અકસ્માત થાય તો તેમાં સવાર મુસાફરોને નુકસાનીના જવાબદાર કોણ બનશે. ખાનગી વાહનોમાં વીમો ફિટનેસ અથવા તો પીયુસી બધું જ પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ કડક પણે કરાવે છે.

જો ન હોય તો દંડ સાથે ભરાવે છે. ત્યારે આ સરકારી એસટી બસમાં આ બધું નથી હોતું ત્યારે તેની પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડેપોની આશરે સાતથી આઠ વર્ષ જૂની એસટી બસ GJ-18-Y-9922 નંબરની બસ અંકલેશ્વર મૌઝા અંકલેશ્વર લોકલ રૂટમાં ફેરા મારે છે.

આ બસમાં એન્જિનમાં ખામીને કારણે કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા હોવાથી પર્યાવરણનેતો નુકશાન કરે જ છે પરંતુ બસની પાછળ ચાલતા વાહન ચાલકોને પણ કંઈ દેખાતું નથી જેને લઇ અકસ્માત થવાની સંભાવના રહેલ છે. આવી જ રીતના પીયુસી વગર ચાલતી આ એસ.ટી.બસને પર્યાવરણના નિયમો લાગુ નથી પડતા તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...