ઓનલાઇન માર્ક રેન્કિંગમાં પ્રાથમિક શાળા વાગલખોડની ધોરણ 5 ની પાંચ દિકરીઓને પ્રતિભાશાળી દીકરીઓ તરીકે પસંદગી થતાં વાગલખોડ શાળા ખાતે શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિતે ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક કાર્યકર નિલેષ વસાવા,એસ એમ સી સમિતિના સભ્યો એસએમસી અધ્યક્ષ , નસવાડી તાલુકાના ગ્રામ વિકાસ યુવા સંગઠનના સંસ્થાપક ભરત દાદા અને યુવાનો ગામના વાલીઓ બાળકો શિક્ષકોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં દરેક વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર સરપંચે આપ્યું હતું.
દરેક વિદ્યાર્થીને એક દફ્તર ભરતભાઈ તરફથી પ્રમાણપત્ર પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગામ નજીકથી કરજણ ડેમમાંથી નહેર પસાર થાય છે તેમાં રવિવારના દિવસે ગામનો યુવાન પાણીમાં ડૂબી જતો હતો તેને શાળાની વિદ્યાર્થીની રોશનીબેન સુરેશભાઈ વસાવાએ પાણીમાં કૂદી બચાવી લીધો હતો. આ પ્રસંગે રોશનીને શાળાએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.
ધોરણ 8 ના બાળકોને વિદાય આપવામાં આવી હતી શાળાના શિક્ષક કાલિદાસ રોહિતે જણાવ્યું હતું કે ગાંધીનગર ઓનલાઈન માર્ક રેન્કિંગમાં વાલિયાના ઉંડાણના વિસ્તારની શાળાને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પ્રમાણ પત્ર મળતા અમારી શિક્ષણની ગુણવત્તા સાથે બાળકમાં આનંદની લાગણી પ્રસરી હતી. યુવાસંગઠનના સંસ્થાપક દાદાએ આ શાળામાં ગ્રામ પંચાયત ગ્રામજનો શિક્ષકો અને બાળકો એકસાથે ઘણા સમયથી શાળાની પ્રગતિ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.