કોંગી નેતા વિરુદ્ધ ચુકાદો:કોંગ્રેસના સંદિપ માંગરોલા 5 વર્ષ સુધી સહકારી ચૂંટણી નહિ લડી શકે

વાલિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ખાંડ નિયામકે કોંગી નેતા વિરુદ્ધ ચુકાદો આપ્યો

ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને વ્યવસ્થાપક સમિતિના સભ્ય સુરજીતસિંહ (સંદિપ ) માંગરોલાને ખાંડ નિયામક ગાંધીનગર બી એમ જોષીએ એમની સત્તાનીરૂએ કલમ-76-બી 1 નો હુકમ કરતાં ભરૂચનાં સહકારી માળખામાં સન્નાટો છવાઈ ગયો છે.

ગણેશ સુગર વટારીયાનાં મેનેજમેન્ટ સામે સરકાર દ્વારા સંસ્થામાં થયેલ ગેરવહીવટ અને કૌભાંડમા સભાસદો અને સંસ્થાનાં ડીરેકટરો દ્વારા પુરાવા સાથે થયેલ રજુઆતનાં પગલે ચોકસી અધિકારીએ તપાસ કરતા ગંભીર પ્રકારની ક્ષતિઓ બહાર આવેલ તેમના ૨૮૮૯ પાનાંનો અહેવાલ ખાંડ નિયામક ગાંધીનગરને સુપ્રત કરવામાં આવેલ જેમાં બંને પક્ષોને જુદીજુદી તારીખો પ્રમાણે પુરાવા સહિત ઉપસ્થિત રહેવા પક્ષકારોને હાજર રહેવા જણાવેલ.

કલમ ૭૬બીની જોગવાઈઓ અંતર્ગત કારણદર્શક નોટીશો આપેલ જેમા રાજસ્થાન સરકારના લાખો રૂપિયાની માતબર રકમ હજુ સુધી મળેલ નથી અને લેટ ડીલેવરી ક્લોઝ હેઠળ મંડળીને દંડ કરવામા આવેલ તેમજ મરોલી સુગરના બાકી નાણા અને યુનિયન બેંક અંકલેશ્વર માથી હેતુફેર લોનનુ વ્યાજનુ ભારણ સાથે 39 કરોડ લોન, ભરતીના નિયમોમાં સરકારની સુચનાનુ પાલન નહિ કરવું , છેલ્લા પાંચ વર્ષથી નિયમો વિરૂધ્ધ જઈને ધીરાણ આપી મંડળી તેમજ ખેડૂતોના હીતને નૂકસાન કરવું.

અભિરાજ એજન્સી સાથેના પ્રત્યેક્ષ અને પરોક્ષ હિત,.સભાસદોને ક્રોપલોનમાં બેન્ક સાથે સંસ્થાની જામીનગીરી આપી એમઓયુ કરવા. તેમના દાદા રામસિંહ માંગરોલાના નામનું ખોટુ વ્હીલ કરી મરણ બાદ ધણા લાંબા સમયે સત્તર સભાસદો પોતાના કુટુંબના તબદીલ કરવા.કિંજલ કેમીકલના વ્યવહાર કરી સંસ્થાને નૂકસાન કરવું. ખાંડના વેપારી મહેશ એન્ટરપ્રાઈઝને પાચ કરોડની ખાંડની ઉધારી અને ધવલકુમાર વરાછીયા પેટા નિયમ મુજબ લાયકાત ન ધરાવતા હોય મનસ્વી રીતે કોઓપ્ટ કરવાં જેવા મુદ્દાઓને તપાસતા સંદિપ માંગરોલા અને તેમના ધારાશાસ્ત્રી સત્યતા સાબિત ન કરી શકવાને કારણે કલમ-76-બી 1 ફટકારતાં સોપો પડી ગયો છે.

અગાઉ પણ હુકમ કરવામાં આવેલ પરંતુ તેની સામે તત્કાલીન ચેરમેન સંદિપ માંગરોલાએ પોતે જેલમાં હોય એટલે ફરી સાંભળવા હાઇકોર્ટેમાં અરજી કરેલ તે અરજી હાઇકોર્ટે મંજૂર રાખી ખાંડ નિયામકને વચગાળાના સમયમાં ફરીથી સાંભળવા તાકીદ કરેલ જેનો ખાંડ નિયામક દ્રારા 76 બી 1 નો હુક્મ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...