તપાસ:ભારતીય કિસાન વિકાસ સંઘના ભરૂચ જિલ્લા ઉપપ્રમુખના ઘરમાં જ વીજચોરી

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીયાના પાંચ ગામમાં વીજકંપનીના દરોડા, સાત કેસમાં કુલ 2.60 લાખ રૂા.નો દંડ
  • કિસાન સંઘના અગ્રણી નટવર સોલંકી સહિત અનેકના ઘરોમાં વીજ કંપનીની તપાસ

ભરૂચ જિલ્લામાં ઘણા સમય બાદ વીજ કંપનીએ ગેરકાયદેસર વીજળી મેળવતા લોકો ઉપર તવાય બોલાવેલ નહિ.ત્યારે વાલિયા તાલુકાના અમુક ગામોમાં વીજચોરી થતી હોવાથી લાઈનલોસ થતા આ બાબતે બાતમી મળતા બાતમીના આધારે ડિજીવીસીએલ વડી કચેરી અને અંકલેશ્વર વિભાગીય કચેરી દ્વારા જબુગામ, મેરા, ભરાડિયા, મોખડી સહિત અન્ય ગામોમાં વીજ દરોડા પાડ્યા હતા.જેમાં મેરા ગામના ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘના વિભાગીય ઉપ-પ્રમુખ સહિત અન્ય લોકો વિજચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા.જેમાં કુલ સાત લોકોને 2.60 લાખનો દંડ ફટકાર્યો હતો.

ડિજીવીસીએલ કંપનીના અંકલેશ્વર વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર અને વડી કચેરીથી ગોઠવવામાં આવેલ ચેકીંગ ડ્રાઈવમાં કુલ સાત ટીમોએ વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા જબુગામ, મેરા, ભરાડીયા, મોખડી, ગામોમાં ચેકિંગ હાથ ધરતા આશરે 276 જેટલા કનેક્શનનું ચેકીંગ કરતા, મેરા ગામના રહેવાસી અને કિસાન સંઘના જિલ્લા ઉપપ્રમુખ નટવરસિંહ છત્રસિંહ સોલંકી, ગૌરાંગસિંહ ખુમાનસિંહ સોલંકી, ભરતસિંહ છત્રસિંહ સોલંકી, અર્જુનસિંહ ચીમનભાઈ સોલંકી, તથા અન્ય વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. વીજ ચોરી કરતા ઝડપાયેલા આશરે 2.60 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...