આયોજન:ડો.વિક્રમ સારાભાઈની 101 મી જન્મ જયંતિએ 500 વૃક્ષોનું રોપણ

વાલિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સાત વર્ષ પૂર્ણ થતાં અને ડોક્ટર વિક્રમ સારાભાઈની ૧૦૧મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ઓમકાર એક્ઝોટિકા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે વૃક્ષોનું જતન અને માવજત કરવી દરેક માનવીની ફરજ બની રહે છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે તમામ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જે આવનારી પેઢી માટે જોખમી છે.આ કાર્યક્રમમાં 500 વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું .કોરોનાના કપરા સમયમાં અડીખમ સેવા બજાવનાર તબીબો નર્સિંગ સ્ટાફ કોવિડ સ્મશાનમાં સેવા આપનાર તેમજ ,પોલીસ કમર્ચારીઓને તમામ કોરોના વોરિયર્સને મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ઓમકાર એક્ઝોટિકા ખાતે શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વાર સપ્તર્ષિ સંકલ્પ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...