સમસ્યા:સિલુડીથી નંદાવને જોડતો રસ્તો ખખડધજ, રાજ્યના માર્ગ અને મકાન વિભાગ થીગડા રીપેર કરવામાં પણ વેઠ ઉતારી રહ્યાનો લોકોનો આક્ષેપ

વાલિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 20 વર્ષથી વાલિયા ગામની સીલુડી ચોકડીથી નંદાવ થઈ કોસંબા ફાટકે હાઈવેને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. મસમોટા ખાડાઓ પડી ગયા છે. સમયે રીપેર કરવામાં આવતો નથી. જ્યારે રીપેર કરે ત્યારે ખાડાઓની માટી સાફ નહિ કરી ઉપર ઓછા ડામર વાળું મટીરીયલ છૂટું નાખી દેવામાં આવે છે. રોલર પણ ફેરવવામાં આવતું નથી. આવા ખાડાઓ રીપેર કરવામાં આ આખો રોડ બની જાય તેનાથી પણ વધુ ખર્ચ કરાયો હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલે છે. આમ માર્ગ અને મકાન વિભાગ રાજયના અધિકારીઓ સરકારની તિજોરીને નુકશાન કરી રહયા છે .

આજદિન સુધી આ રસ્તો સારો બન્યો નથી. આઠ વર્ષ પહેલા આ 18 કિમીનો રસ્તો દિગ્વિજય કન્ટ્રક્શન કંપનીએ બનાવેલો ત્યારે તેણે ટેન્ડર મુજબ કામ કરેલ નહિ જેને લઈ આજે તેનો ભોગ વાહન ચાલકો બની રહયા છે. તેમ છતાં આ કંપનીને ફરી ડહેલી ચાસવડ સુધીના રોડનું ટેન્ડર મળ્યું છે આ રસ્તો છેલ્લા બે વર્ષ ઉપરાંતથી બને છે તેની પણ સમય અવધિ પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં બન્યો નથી.

સિલુડી ત્રણ રસ્તાથી નંદાવ માર્ગની કામગીરી કરવામાં આવે તે માટે અગાવ સાત ગામના સરપંચો જેમાં વાલિયા, કોંઢ, ડુંગરી,વટારીયા, સિલુડી, ઘોડા અને જોલીના અને અન્ય આગેવાનોએ ઘણા વર્ષોથી આ રોડને બનાવવા મુખ્યમંત્રી, મંત્રી, સચિવ, કલેકટર અને માર્ગ મકાન વિભાગમાં આવેદનો આપ્યા પરંતુ આજદિન સુધી નિરાકરણ આવતું નથી. અત્યારે આ ચોમાસામાં સરકારી એસટી બસ પણ વારંવાર આ ખખડધજ રસ્તા ઉપર ખોટકાયેલી પડી હોય છે.લોકોને તો આ રસ્તે પસાર થવું આર્થિક,શારીરિક અને માનસિક રીતે ત્રાસદાયી બની ગયું છે.

ખાડાના કારણે લોકોનેે શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે
આ રસ્તો નંદાવથી સિલુડી ચોકડી સુધી 18કિલોમીટર છે એમાં એટલા ખાડા છે કે જેનાથી અમોને શારીરિક માનસિક અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે વર્ષોથી ખરાબ છે રિપેર કરતા નથી જેને લીધે અકસ્માત થાય છે બીમાર લોકોને લઈ જવામાં પણ તકલીફ પડે છે આ સરકાર રસ્તો બનાવે તેવી માંગ છે. - કાલિદાસ વસાવા, વરેઠ તા.માંડવી જી.સુરત વાન ચાલક

અન્ય સમાચારો પણ છે...