તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વાલિયા ખરીદ વેચાણ સંઘના ઉપ પ્રમુખને દૂર કરવાનો જિલ્લા રજિસ્ટ્રારનાે હુકમ

વાલિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા સંઘના ઉપ-પ્રમુખને દૂર કરવાનો હુકમ આખરી અને કાયદેસરનો છે: રજિસ્ટ્રાર

વાલીયા તાલુકા ખરીદ વેચાણ સંઘના ઉપ-પ્રમુખે સહકારી કાયદાનો અને સંઘના પેટાનિયમોને અવગણી સંઘની બેઠકો કરી હતા. જેમાં ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 ની કલમ 74 (1-ગ) (1) ની વિપરીત જઈ કાયદાનું ઉલ્લંઘન કરેલું હોય પ્રમુખ હોવા છતાં ઉપ-પ્રમુખે સંઘના નાણાંકીય વ્યવહારો સ્થગિત કરવાની કાર્યવાહી કરી હતી. જે બાબતે જિલ્લા રજીસ્ટ્રારે અગાઉ ત્રણ કારણદર્શક નોટીસ આપી હતી. જે મુદત વીતતા તેઓ હાજર નહી રહીં યોગ્ય પુરાવા રજૂ નહીં રકરી શકતાં આખરે જિલ્લા રજીસ્ટ્રારે ઉપ- પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયાને વાલિયા સંઘમાં હોદ્દા પરથી દૂર કર્યા હતા. કલમ 76 (બી) (2) મુજબ બીજી કોઈ સહકારી મંડળીમાં 6 વર્ષ સુધી ઉપ-પ્રમુખ કે કોઈ હોદ્દા પર રહેવાને અને ચૂંટણીમાં ગેરલાયક રહેશે તેવો હુકમ કરતા સહકારી માળખામાં ખળભળાટ મચી ગયો હતો.

જિલ્લા રજીસ્ટ્રારે 6 મુખ્ય મુદ્દાઓને ધ્યાને લઈને હુકમ કર્યો હતો. જેમાં ઉપ-પ્રમુખે હાલના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કાયદેસર પસાર થયા વિના સંઘની વ્યવસ્થાપક સમિતિની બેઠક 29 જૂન 2020 અને 30 જુલાઈ 2020 ના રોજ બોલાવી પેટા નિયમોનો ભંગ કર્યો હતો. 29 જૂનના સભાના ઠરાવ 12 થી ત્રણ કમિટી સભ્યોના અવસાન બાદ ખાલી પડેલી જગ્યાઓ પર ત્રણ સભ્યોને કો-ઓપશનથી નિમણૂક કરી ચુંટાયેલા સભ્યો જેટલા અધિકાર આપી સહકારી કાયદા કાનૂનની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણીના નિયમો 1982 ના નિયમ-73 અનુસાર ભરવા માટેની જોગવાઈઓનો ભંગ કર્યો હતો.

અન્ય સભ્યો સાથે પ્રમુખની સત્તા આંચકી લેવાનો અને સંઘના નાણાકીય વ્યવહારો સ્થગિત કરવાની કાર્યવાહી કરી ઉપ-પ્રમુખે સંઘના હિતોને નુકશાન કર્યું હતું. તા.29-06-2020 અને 30-07-2020 ના રોજ સંઘના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સભા સંઘના પેટા નિયમો, સહકારી કાયદા કાનૂનની જોગવાઈઓ મુજબ નહિં હોવાની સૂચના જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાંથી આપવા છતાં તેનો અનાદર કરી ઉપ-પ્રમુખે આ બે બેઠકો કરતા તેમની ઉપર કાર્યવાહી કરી જિલ્લા રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 76 (બી) હેઠળ દૂર કરવાનો હુકમ કર્યો હતો.

અમે સાચા હતા જેથી અમારા તરફી હુકમ થયો
મહેન્દ્રસિંહ કરમરીયા એપીએમસી વાલિયા, પ્રભાત સહકારી જીન વાલિયા અને ભરૂચ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં પણ ડિરેકટર પદે હોદ્દો ધરાવે છે. એટલે વાલિયા સંઘની જેમ તેમાંથી પણ રદ થઈ શકે છે. 6 વર્ષ માટે ચૂંટણી સહકારી મંડળીઓમાં નહિં લડી શકે. અન્ય જ્યાં હોદ્દા પર હોય ત્યાંથી પણ દૂર થઈ જાય તેમ છે. અમે સાચા હતા જેથી અમારા તરફી હુકમ થયેલો છે. જે અમને માન્ય છે. - યોગેન્દ્રસિંહ મહિડા, પ્રમુખ- ખરીદ વેચાણ સંઘ ,વાલિયા .

ઉપ-પ્રમુખને સાંભળવાની ત્રણ તક આપી હતી
વાલિયા તાલુકા સંઘના ઉપ-પ્રમુખને સાંભળવાની ત્રણ તક આપી હતી. જેમાં હાજર રહ્યા નથી. પુરાવા રજૂ નહિં કરતા તેમને કલમ 76 (બી) હેઠળ રદ કરેલ છે. તેમને કલમ 76 (બી) કેમ આપી તે વિષય તેમનો નથી. હાલ તેમને રદ કરવાનો હુકમ આખરી અને કાયદેસરનો કર્યો છે. - એ.સી.ચૌધરી, જિલ્લા રજિસ્ટ્રાર, ભરૂચ

જિલ્લા રજિસ્ટ્રારનો નિર્ણય એક તરફી લાગે છે
હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે. ડિસ્ટ્રિક્ટ રજીસ્ટારે હુકમ કર્યો છે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનો નિર્ણય સંપૂર્ણ એક તરફી છે. એમે આ મેટર લઈને હાઈકોર્ટમાં ગયેલા છીએ. જે બાબતે દસ દિવસ પહેલા અમે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. - મહેન્દ્રસિંહ કરમરીયા , ઉપપ્રમુખ, વાલિયા ખરીદ વેચાણ સંઘ

અન્ય સમાચારો પણ છે...