મેરા ગામ નજીક પસાર થતી કિમ નદીના પુલની હાલત ખખડધજ બની ગઈ છે .આ પુલ ઉપરથી વાહન ચાલકો ભયના ઓથા હેઠળ વાહન ચલાવવા મજબૂર બન્યા છે .પુલથી નદીની ઊંડાઈ આશરે 40 ફૂટ જેટલી હશે ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના ઘટે તો તેમાં કોઈ વ્યક્તિ નો બચાવ થવો મુશ્કેલ છે ત્યારે આ પુલની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક કિમ નદીના પુલને થિંગડા મારી પૂરવાને બદલે યોગ્ય રીતે મરામત કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
આવનાર દિવસોમાં કરા, મેરા , ગાંધુ તેમજ આજુબાજુના ગામના લોકો રસ્તા અને આ પુલ બાબતે આંદોલન કરી રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. આ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ભરૂચ જિલ્લાનું સદંતર નિષ્ફળ અને બેદરકાર રહ્યું છે.
જેનો ભોગ વાલીયા અને નેત્રંગ તાલુકાના વાહન ચાલકો બની રહ્યા છે. ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત કર્યા બાદ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ભરૂચ જિલ્લા દ્વારા જે કીમ નદીના પુલનું રીપેરીંગ કરવામાં આવ્યું છે તેની ઉપર ભારી વાહનો પસાર થશે ત્યારે માત્ર 24 કલાકમાં જ આ થિંગડું નદીના પાણીમાં વહી જશે ત્યારે ફરી એજ પરિસ્થિતિ થઈ જશે. આજુબાજુના ગામ લોકો આ બાબતે માર્ગ અને મકાન વિભાગ ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.