તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજચોરી:કોંઢ ગામમાં ગૌચરની જગ્યામાં બાંધેલા મહાકાળી મંદિરે વીજચોરી ઝડપાઈઃ પંચાયતને દંડ ફટકાર્યો

વાલિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સરકારી મીટરમાંથી મંદિર માટે વીજળીનો વપરાશ થતો હોવાનું તપાસમાં ખુલ્યું

વાલિયા તાલુકાના કોંઢ ગામની સીમમાં સરપંચની મંજૂરીથી મહાકાળી માતાજીનું મંદિર બનાવી એક તાંત્રિક દ્વારા વિધિઓ કરવામાં આવે છે. ત્યાં ગેરકાયદેસર કોંઢ ગ્રામ પંચાયતના વોટરવર્કસના સરકારી મીટરમાંથી સપ્લાય લઈ વિધુત ઉપકરણો ચલાવવામાં આવતા હોવાની અરજી વાલિયા ડિજીવીસીએલની કચેરીએ આવતા સ્ટાફ સાથે વીજ ચેકીંગ કરતા ઝડપાય ગયેલ હતા. આ બાબતે વીજ કંપનીએ ગ્રામ પંચાયત કોંઢને દંડ ફટકાર્યો છે. ગ્રામ પંચાયતને વીજ કંપનીએ દંડ ફટકારતા ગ્રામજનોમાં સરપંચના આ ગેરકાયદેસર રીતે કનેક્શન આપવા બાબતે આક્રોશ ફેલાયો છે.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામે ગોચરની જમીન પર કથિતપણે વિધર્મી તાંત્રિકે કોઈ પણ જાતની પરમીશન વગર જ હિંદુ ધર્મના દેવી-દેવતા માટે પાક્કું બાંધકામ ઉભું કરી દીધું છે.કોંઢ ગામની સીમમાં સર્વે નંબર 462 જે ગામના રેવન્યુ રેકોર્ડ પર નોંધાયેલ છે.

આ જગ્યા પર આસિફભાઇ નામના કહેવાતા તાંત્રિક દ્વારા ગામના સરપંચની મહેરબાનીથી કોંઢ ગ્રામ પંચાયતના વોટરવર્કસના મીટરમાંથી સપ્લાય ખાનગીમાં આપતા વાલિયા ડિજીવીસીએલના જુ.ઈજનેર એસ.ટી.ચૌધરી અને લાઈનમેન આર.એમ.વસાવાએ સાક્ષીઓને લઈ વીજ ચેકીંગ કરતા ખૂબ મોટી વીજચોરી પકડાય હતી.આથી વીજ કંપનીએ ગ્રામ પંચાયતને આશરે 70 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કનેક્શન કોંઢ ગ્રામ પંચાયતના વોટરવર્કસના મીટરમાંથી સરપંચની મંજૂરીથી ગેરકાયદેસર ચાલતું હતું.

અન્ય સમાચારો પણ છે...