તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કરા દેસાડ અને વટારીયામાં ઓવરહેડ ટાંકી બની પણ પાઈપલાઈન રહીં ગઈ

વાલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 ગામના આશરે 5 હજાર લોકોને ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડ્યાં હતા

ત્રણ મહિનાથી ઓવરહેડ આરસીસીની ટાંકી બની ગઈ છે .પરંતુ વટારીયા, દેસાડ અને કરા ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે કોન્ટ્રાક્ટર અને વાસ્મો વિભાગના અધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રકટરે પીવીસી પાઈપના ભાવ વધી જતાં સરકારી ટેન્ડરના નિયમોને નેવે મૂકી કોન્ટ્રાક્ટ છોડી પાઈપલાઈન નહિ કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી ત્રણ ગામના આશરે 5 હજાર લોકોને ઉનાળે પાણી માટે વલખા મારતા કરી દીધા હતા.હવે સરકારે ઊંચા ભાવ આપી ફરીથી ટેન્ડર બહાર પાડી લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

વાલિયા તાલુકાના કરા , દેસાડ અને વટારીયામાં ઓવરહેડ ટાંકી બની પીવીસી પાઈપલાઈન નહિ બનતા ૯૦ દિવસ પહેલા તૈયાર થઈ ગયેલ ત્રણ ગામની ઓવરહેડ ટાંકી બની ગયેલ છે પરંતુ પાછળ પીવીસીની પાઈપ લાઈન હજુ કોન્ટ્રાક્ટરે નહીં બનાવતા નળમાં જળ એક ટીપુ પણ પડ્યું નથી અને આ યોજના પાછળ લાખો રૂપિયા પણ સરકારના પાણી પાછળ હાલ જતા રહ્યા એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાને આ ગામોના લોકોએ અવારનવાર રજૂઆતો કરી હતી જેથી તેમના પ્રયાસોથી તાત્કાલીક દેસાડ 24 લાખ,કરા 24.59 લાખ અને વટારીયામાં 24 લાખના ખર્ચે આ ટાંકીઓ બની હતી.

અન્ય સમાચારો પણ છે...