ફરિયાદ:વાલિયાના વાગલખોડમાં ચૂંટણીની અદાવતે લૂંટ અને છેડતીની ઘટના

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાગલખોડ ગામે ચૂંટણીની અદાવતે ઉમેદવારના ઘર પર હુમલો. - Divya Bhaskar
વાગલખોડ ગામે ચૂંટણીની અદાવતે ઉમેદવારના ઘર પર હુમલો.
  • 30થી વધુ લોકોના ટોળાએ ઘર પર પથ્થરમારો કરી બે બાઈક તોડી
  • 47 હજારની લૂંટ અને તોડફોડ, બેને ઇજા થતાં વાલિયા પોલીસમાં ફરિયાદ

વાલિયા તાલુકાના વાગલખોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવાર મતદાન સ્લિપો વહેંચી પરત ઘરે ફરતા ગામના માથાભારે 30થી 35 લોકોએ આવી ઘર ઉપર પથ્થરમારો કરી ધારીયાથી બાઈકની તોડફોડ કરી હતી. સાથે ઉમેદવાર અને તેના પરિવાર ઉપર હુમલો કરી મહિલાઓની છેડતી કરી સોનાની ચેઇન અને ઘરની તીજોરીમાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી ભયનું વાતાવરણ ઉભું કરી દીધું હતું. આ બનાવની વાલિયા પોલીસને જાણ થતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.

ગામના સુરેખાબેન ચુનિલાલ વસાવાની ફરિયાદ મુજબ રાત્રે આઠ વાગ્યે મારક હથિયારો લઈ નિલેશ ઉમેદ વસાવાએ તેની સાથે આવેલા તેના સાગરીતોને સુનિલ ચુનિલાલ વસાવાને માર મારવા કહેતા ઘરમાં હુમલો કરવાના ઈરાદે પ્રવેશ કરી સુનિલને રાજેન્દ્ર રણજીતે લાકડાનો સપાટો મારી ઈજા કરી હતી. સાથેના રાકેશ રમેશ, રોહિત રણજીત, રોહિત મહેન્દ્ર, તેજશ જગદીશએ ઝપાઝપી કરી સુરેખાબેન અને મંગીબેન ચુનિલાલ વસાવાની આબરુ લેવા છેડતી કરી હતી.

ઘરમાં રાખેલા પતરાના સોકેશની તોડફોડ કરી અંદર મુકેલી સોનાની ચેઈન, રોકડા 17 હજાર મળી કુલ 47 હજારની લૂંટ કરી હતી. ઘરની આગળ મુકેલી બાઈક સુરેખા અને જ્યોતિષ વસાવા ઘરના પતરાની તોડફોડ કરી નુકશાન કરી પીયુષ રવજી વસાવાની બાઈકની તોડફોડ કરી હતી. વાલિયા પોલીસમાં 31 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

30થી 35નું ટોળું ધારિયા અને લાકડી લઈને આવ્યું
ગામમાં વોર્ડ નંબર-1ડમાં મતદારની સ્લીપ વેચવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવતા તરત જ 30થી 35નું ટોળું ધારિયા અને લાકડીના સપાટા લઈ દોડી આવ્યું હતું. અમારા પરિવારના સભ્યોને ગાળો બોલી ઘર ઉપર પથ્થરમારો કરી બાઈકને નુકસાન કર્યું હતું. અમારી દીકરીઓની ઈજ્જત લુંટવાના પ્રયાસ કરતા ખેંચતાણ કરી ધકો મારી પાડી દીધી હતી. - સુરેખા વસાવા, ભોગ બનનાર.

31 લોકો સામે લૂંટ અને ધાડની ફરિયાદ નોંધઈ છે
વાલીયા તાલુકાના વાગલખોડ ગામે રાત્રે ચૂંટણી બાબતે મારામારી થઈ હતી. જેમાં કુલ 31 આરોપીઓ છે. તેમણે 47 હજારની સોનાની ચેન અને રોકડાની લૂંટ કરી હતી. બે મોટર સાયકલ અને બે ઘરે તોડફોડ કરી મહિલાઓની છેડતી કરતા લૂંટ અને ધાડની ફરિયાદ થઈ છે. - એસ . કે. ગામીત, પીઆઈ, વાલિયા.

અન્ય સમાચારો પણ છે...