જાનહાનિ ટળી:વાલિયાના ડુંગરી ગામે વરસાદમાં ઘર તૂટી પડ્યું,હાલ ઘર માલિક બહાર રહેતા હોવાથી જાનહાનિ ટળી

વાલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલિયા તાલુકાના ડુંગરી ગામે યુસુફ અહમદ બદાતનું કાચુ મકાન આવેલ છે. આ મકાન ઘણા વર્ષો પહેલા બનાવેલ હતું જેમાં તિરાડો પણ પડી ગયેલા હોય આજરોજ ભારે વરસાદના કારણે સાંજના ચાર વાગ્યે તૂટી ગયેલ છે .જેમાં કોઈ જાનહાનિ થયેલ નથી .મકાનનો નુકસાનીનો સર્વે કરતા આશરે 35 હજાર જેટલું નુકસાન થયેલ છે.

યુસુફ અહમદ બદાત મૃત્યુ પામેલ છે અને તેમના પત્ની ફાતમા યુસુફ બદાત હાલ બહાર રહે છે આથી આ ઘર ખાલી પડી રહ્યું હતું.મકાન પડી જવાની જાણ થતા વાલિયા તાલુકા પંચાયતના એટીડીઓ રમેશભાઈ આહીર ,તલાટી ડુંગરી ગ્રામ પંચાયત સાથે સ્થળ ઉપર જઈ માહિતી મેળવી હતી.

વાલિયા તાલુકાના ગાંધુ ડણસોલી રોડ ઉપર કોઝવેમાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો.જ્યારે રાજગઢ ભાગા ભરાડીયા રોડ ઉપર કોઝવે ઉપર પાણી ભરાય ગયા હતા જેથી રસ્તો બંધ થઈ જતા રાજગઢ ,ભરાડીયા અને પાતાલ ગામના લોકો અટવાયા હતા જેથી તેનો અન્ય મોખડી ,મીઠીબીલી એપ્રોચ રોડનો ઉપયોગ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...