વિદ્યાલક્ષ્મી બોન્ડ:વાગલખોડની 11 છાત્રાઓના ખાતામાં રૂ. 41 હજાર આવ્યા

વાલિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ મળતા ખુશ ખુશાલ છાત્રાઓ - Divya Bhaskar
વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ મળતા ખુશ ખુશાલ છાત્રાઓ
  • પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓની ભાગીદારી વધારવાનો પ્રયાસ

પ્રાથમિક શાળામાં ધો.1 માં 2013 ના વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓને ધોરણ આઠ પાસ કરી ધોરણ 9 /10 માં જતા તેમને આપવામાં આવેલ વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ આજરોજ પાકતી મુદતે 3747 લેખે 11 વિદ્યાર્થીની દીકરીઓને 41247 ચેક દ્વારા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા આપવામાં આવ્યા હતા.

આ યોજના ગુજરાત સરકારની જે ગામડાઓમાં સાક્ષરતા દર નીચો હોય તે ગામમાં સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ધોરણ એકમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવના દિવસે 1 હજાર હાલમાં 2 હજારનો વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે જે વિદ્યાર્થીની ધોરણ આઠ પાસ કરીને જાય ત્યારબાદ આ બોન્ડની રકમ પાકતી મુદ્તે તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકના ખાતામાં નાખી બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. આ યોજના શાળામાં 1998 થી ચાલે છે.

દર વર્ષે દીકરીઓને સહાયની રકમ મળે છે ચાલુ વર્ષે પણ ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને ગણવેશ અને શિષ્યવૃત્તિ થઈ 1650- ઓનલાઇન ચુકવાશે અને ધોરણ છ થી આઠ માં ગણવેશ અને શિષ્યવૃત્તિની રકમ રૂ.1900 લેખે ચૂકવાશે જેની ઓનલાઇન ફાઈલ શાળાએ બનાવી દીધી છે . પાલક માતા પિતા યોજના અંતર્ગત મા-બાપ વગરના બાળકો ને 3 હજાર દર માસે ચૂકવાય છે. આમ સરકારી સહાય યોજનાનો લાભ આ શાળા સારી રીતે અમલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...