તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાલિયા તાલુકાના ગુંદિયા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં કોઈ અજાણ્યા ટીખળ ખોરોએ આગ ચાંપી દેતાં દોડધામ મચી હતી. જો આગ અલવાઈ ન હોત તો ગામમાં ઘરોને પણ લપેટમાં લીધા હોત. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ગુંદીયા ગામના પારસીબાવાના ગામ નજીક આવેલા શેરડીના ખેતરમાં કોઈ ઇસમે રાત્રીના સળગાવી દેતા ભડભડ શેરડી સળગી ઉઠી હતી.
આ શેરડી સળગી ઉઠતા નજીક આવેલા ફળિયાના આજુબાજુના ઘરોમાં રહેતા લોકો ચિંતામાં આવી ગયા હતા પરંતુ સ્થાનિક રહીશોએ આ સળગતી શેરડીને આગ વધુ આગળ વધતા જે હાથ લાગ્યું તે લઈ આગ ઓલવી હતી.જેને કારણે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી.આ શેરડી સળગાવી દેતા ખેડૂતને કાપણી ઉપર આવેલ શેરડીના પાકમાં આશરે 2 લાખનું નુકશાન થયું હતું.
ગુંદીયા ગામના ફરોકશા વરીયાવા ઘણા વર્ષોથી આશરે 60 એકર જેટલી જમીનમાં ખેતી કરે છે. ગામની નજીક ચૌધરી ફળિયાની બાજુમાં 12 એકર શેરડી ઓક્ટોબર મહિનામાં વાવી હતી.જે પાક તૈયાર થઈ જતા હાલમાં સુગરમાંથી કાપણી આવવાની તૈયારીમાં હતી.જેમાં ગતરોજ કોઈ અજાણ્યા ઇસમે આ શેરડી સળગાવી દેતા અડધા ઉપરની શેરડી સળગી ગઈ હતી.
તે અરસામાં ફળિયાના રહીશોએ આ શેરડી સળગતી હોય તેને ઓલવવા પ્રયાસ કરતા કેટલાય ઘરોમાં આગ લાગતા બચી ગયા હતા.12 એકર શેરડીના ખેતરમાંથી 8 એકર ખેડૂતની શેરડી સળગી જતા બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ખેડૂતે વાલિયા પોલીસમાં ફરીયાદ આપવા તજવીજ કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.