કામગીરી:વાગલખોડ ગામના તકલાદી નાળાના અહેવાલ બાદ તાત્કાલિક કામગીરી શરૂ

વાલિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • R&B વિભાગે ગાબડું પડતાં પથ્થરા નાખી સિમેન્ટનો પાઈપ નાખ્યો હતો

વાલિયા તાલુકાના વાગલખોડ ગામે ગંભીર અકસ્માતને આમંત્રણ આપતું ગાબડું પડી ગયું હતું જેના રીપેરીંગમાં પણ મોટી ગોબાચારી કરી હતી જેથી આ અહેવાલ બે વખત પ્રકાશિત કરવામાં આવતા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા તાત્કાલીક નાળાનો કોન્ટ્રાક્ટ આપી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ માત્રને માત્ર નર્યા ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહે છે.છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ રાજ્યધોરી માર્ગની હાલત દિનપ્રતિદિન બદતર થતી જાય છે. તેને રીપેરીંગ કરવામાં પણ સાવ ઠાગાથૈયા કરી રહ્યા છે.મરામતમાં હલકીકક્ષાનું મટીરીયલ વાપરી સરકારી તિજોરીને તો નુકશાન કરી જ રહ્યા છે ઉપરથી વાહનચાલકોને બમણી ખોટ લગાવી રહ્યા છે.

વારંવાર આવા ગાબડાઓ પડતા લોકો ત્રાસી ગયા છે તેમના વાહનોમાં પુષ્કળ પ્રમાણમાં રિપેરીંગનો ખર્ચ આવી રહ્યો છે આ રેઢિયાળ તંત્ર નેત્રંગ વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર આવેલા નાળા અને તેમાં પડેલા ગાબડાં વહેલી તકે યોગ્ય રીતે રીપેર કરાવે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠી હતી આથી આખરે માર્ગ અને મકાન વિભાગની ઊંઘ ઉઘડતા વાગલખોડ નજીક આવેલ નાળાને હેવી સિમેન્ટના પાઈપ નાખી નવું નાળુ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

અગાવ વાગલખોડ ગામમાં નાળા ઉપર ગાબડું પડ્યું હતું તે સમયે હોળી ધૂળેટીનો તહેવાર હોય નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા અને અન્ય વિસ્તારના લોકો તહેવાર કરવા વતન તરફ વાટ પકડે છે .જેમાં જેની જેવી સગવડ ફોરવીલ ટુવીલ જેવા વાહનો લઈ પરીવાર સાથે નીકળે છે ઉપરથી રોજીંદો ટ્રાફિક ત્યારે રસ્તે કોઈ દુર્ઘટના બને તો તેમની હોળી બગડી જાય આવી પરિસ્થિતિ હતી.

વાગલખોડ ગામમાં નેત્રંગ જતા રાજ્યધોરીમાર્ગ ઉપર નાળામાં પહેલેથી સિમેન્ટના ભૂંગળા દૂર દૂર મુકતા અગાવ પણ અહીજ બોગદુ પડી ગયું હતું આજે અઠવાડિયાથી ફરી ત્યાંજ મોટું બોગદુ પડી જતા બહાર કરતા અંદરથી ઘણું મોટું બોગદાથી ભયજનક બની ગયું છે.અઠવાડિયાથી પડેલા આ બોગદામાં કોઈ વાહન પડશે તો જીવ ગુમાવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ હતી.

અન્ય સમાચારો પણ છે...