કાર્યવાહી:વાલીયા પંથકમાં ખેતરોમાંથી ઇલે. સામાન ચોરનાર 3 ઝબ્બે

વાલિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 42 હજારનો ઓપનવેલ, કેબલ અને પાઈપની પેટીયાથી ચોરી કરી હતી

વાલીયા તાલુકાના પેટીયા ગામના ખેડૂતના ખેતરમાંથી આશરે છ દિવસ પહેલા કોઈ ચોર ઈસમોએ કૂવામાંથી ઓપનવેલ , કેબલ અને એચડીપીઈ પાઇપની ચોરી કરી લઈને નાસી ગયા હતા .ચોરીના આ બનાવની ખેડૂતને સવારે જાણ થતાં વાલિયા પોલીસમાં ફરિયાદ કરી હતી .આ ચોરીના બનાવના છ જ દિવસમાં વાલીયા પોલીસે ૩ ચોર તસ્કરોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો.

છ દિવસ પહેલા વાલિયા તાલુકાના પેટીયા ગામે ખેડુત પ્રવીણભાઈ ધીરજભાઈ પટેલના સર્વે નંબર 308 વાળા ખેતરે બે કુવામાથી ઓપનવેલ મોટર નંગ 2 - 30 હજાર , કેબલ વાયર આશરે 100 મીટર -11 હજાર અને એચડીપીઈ પાઈપ 30 મીટર 1 હજાર મળી 42 હજારના મુદ્દામાલની ચોરી થયેલ હતી .આ ચોરીના બનાવની વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી .

ચોરીનો ગુન્હો ઉકેલવા અને ચોર તસ્કર ટોળકીને ઝડપી પાડવા વાલિયા પીઆઈ પી.એચ.વસાવાએ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી પેટીયા ગામના ચોરી થયેલ મુદ્દામાલ બીજા ખેતરના શેઢામાં ઘાંસ કચરમાં સંતાડી રાખેલ છે અને પેટીયા ગામના રમેશ વીરજી વસાવા, ધર્મેશ ગુમાન વસાવા, અનિલ શંકર વસાવા ત્રણેએ ચોરી કરી હોવાની ચોક્કસ બાતમી મળતા તેના ઘરે જઈ તપાસ કરતા બે તેના ઘરે જ મળી આવ્યા હતા.

ત્યારબાદ તે બેને સાથે રાખી ચોરી બાબતે પુછાપરછ કરતા છ દિવસ પહેલા ઓપનવેલ મોટર , કેબલ વાયર અને પાઈપ ચોરી કરેલ તે એક ખેતરના શેઢામાં સંતાડી રાખેલ હોવાનું જણાવતા બન્ને ઈસમોને તે જ્ગ્યાએ જઈ ખાતરી કરતા ચોરી થયેલ તે ખેતરથી ચોથા ખેતરના સેઢામાંથી મળી આવેલ જે મુદ્દામાલ કેબલ વાયર ,ઓપનવેલ મોટર અને એચડીપીઈ પાઈપ મળી આવેલ જેની 42 હજારની કિંમતનો ચોરીના સામાન સાથે ત્રણને ઝડપી લોકઅપમાં નાખી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...