તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર બુરહાનપુર હાઈવે વાલિયા ટાઉનમાં થઈને પસાર થતો હોવાથી ઝઘડીયા ચાર રસ્તા ઉપર પોલીસે લોકડાઉન બાદ પણ બેરલોની આડસ મૂકી ટ્રાફિકનું નિયમન કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ આવતા આ બાબતની સમસ્યા નિવારવા અને રોડ પર મુકેલા બેરલો હટાવવા એક જાગૃત અગ્રણીએ ડીવાયએસપી અંકલેશ્વરને રજુઆત કરવામાં આવી હતી. સિલુડી ત્રણ રસ્તા નજીક એક કન્ટેનર 10 દિવસથી રોડ ઉપર આગળ પાછળ કંઈપણ મુક્યા વિના પડી રહેતા અકસ્માતની ભીતિ સેવાય રહી છે.રાત્રીના સમયે સામેથી વાહનોની હેડલાઈટનો પ્રકાશ આવતા ઘણી વખત રોડ ઉપર આગળ શું છે દેખાતું નહિ હોવાથી ગંભીર દુર્ઘટના થઇ શકે એ પહેલાં હટાવી લેવું જોઈએ.
આ બાબતે યોગ્ય કરવા વાલિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.વાલિયાના ઝઘડીયા ચાર રસ્તા પર પોલીસ ચોકીની આગળ પોલીસે મુકેલા બેરલ મૂકી આડસ કરવામાં આવતા મોટા લાંબા ટ્રક ટ્રેલરો અહીંથી પસાર થાય ત્યારે ટ્રાફીકને અડચણ રૂપ થઈ રહયા છે.આ હાઈવે રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર ઘણી વધારે રહે છે.આ રીતે બેરલો મુકવાથી ભારી વાહન ચાલકો અને સ્થાનિકોને વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ પડી રહી છે.
લોકડાઉન વખતે આ બેરીકેડ રાખવા જરૂરી હતા પરંતુ ત્યારબાદ પણ કાયમી રીતે બેરલો રોડ ઉપર આડા મુકવામાં આવતા લાંબા ટ્રક ટ્રેલરો અહીંથી પસાર થાય ત્યારે અકસ્માત થવાની સંભાવના રહેલી છે.આ કયા જાહેરનામથી આડસ ઉભી કરવામાં આવી છે જેને દૂર કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.
બમ્પ બને ત્યાં સુધી ટ્રાફિક નિયમન જરૂરી
વાલિયા ચાર રસ્તાની ચારેય બાજુથી ફોર વીલ, ટુ વિલ અને ટ્રક ચાલકો પણ ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યા છે જેને લઈ કોઈ અકસ્માત ના થાય તે માટે બેરલ મુકવામાં આવ્યા છે.આ બાબતે અમે વાલિયા ઝઘડીયા ચોકડી ઉપર ચારેય બાજુ ગતિઅવરોધક મુકવા રજુઆત કરેલ છે જ્યા સુધી બમ્પના બને ત્યાં સુધી આ રીતે ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. સિલુડી ત્રણ રસ્તા પહેલા બિનવારસી ટ્રક કોઈ મૂકીને લોક મારીને જતું રહ્યું છે.જેને અમે કબ્જે લઈ તાત્કાલિક હટાવી દેવડાવીએ છીએ. - વી.એન.રબારી ,પીઆઈ વાલિયા પો.સ્ટે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.