વિવાદ:વાલિયામાં બુથ કેપ્ચરિંગની આશંકાએ લોકોનો હોબાળો

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરના મતદાન મથકની ઘટના
  • મહિલા કર્મીએ જ બેલેટ પેપર પર સિક્કા માર્યાનો આક્ષેપ

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આદિવાસી તાલુકા વાલિયામાં ચૂંટણીની રાત્રે ડહેલીમાં બે જૂથ વચ્ચે થયેલ મારામારી બાદ મતદાનના દિવસે બીજો બનાવ સામે આવ્યો હતો. વાલિયા ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બુથ કેપ્ચર કરવાના પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચી જતા ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

વાલિયા તાલુકાના ડહેલી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મધરાતે બે કોમ વચ્ચે અથડામણ બાદ રવિવારે ચૂંટણી ટાણે વાલિયામાંથી વધુ એક વિવાદ સામે આવ્યો હતો. સંવેદનશીલ આદિવાસી તાલુકાના વાલિયા ગામે જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બુથ કેપ્ચરિંગના આક્ષેપ સાથે ઉમેદવારો, સમર્થકો અને ગ્રામજનોના ટોળા ઘુસી આવતા પોલીસ અને પ્રશાસન દોડતું થઈ ગયું હતું. પોલીસ કાફલાએ બુથમાંથી લોકોને બહાર કાઢી મામલો માંડ માંડ થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...