તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગણેશ સુગરની પીલાણ સિઝન બંધ થયા બાદ પણ ખેડૂત સભાસદોને બીજા હપ્તા માટે ફાંફા

વાલિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ડિરેકટરોએ ખાંડ નિયામક, જિલ્લા રજિસ્ટ્રારને રજુઆત કરી વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી

ગણેશ સુગર વટારીયાની માર્ચ મહીનાની 19/03/2021 ના રોજ શેરડી પિલાણ બંધ થઈને 115 દિવસ થયા તેમ છતાં મોટાભાગના ખેડૂતોને સંસ્થા તરફથી બીજો હપ્તો નહિ મળતા કફોડી હાલત થઈ ગઈ છે. ખેડૂત સભાસદ સુગર પાસે હપ્તાના નાણાંની ઉઘરાણી કરે ત્યારે વાયદાઓ થાય છે.સંસ્થામાં કોઈ જવાબદાર વ્યક્તિ જવાબદારી નિભાવી શકે એમ નહિ હોવાથી તકલીફો પડી રહી છે. શેરડીના બીજા હપ્તાની તારીખ વિતવા છતાં અને એસએમએસ પણ સમયસર કરેલ છે ત્યારે પણ ખેડૂતોના ખાતામાં નાણાં નાંખવામાં આવતા નથી તે અંગે કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી જેવી લેખિત રજુઆત ગાંધીનગર ખાંડ નિયામક અને ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી છે.

ખેડૂત સભાસદોના અવારનવાર ફોન ચુટાયેલ ડીરેક્ટર હેતલભાઇ પટેલ, ધરમેન્દ્રસિંહ મહીડા, પ્રતાપસિંહ માટીયેડા, સુરેન્દ્રસિંહ પરમાર સાથે મહેન્દ્રસિંહ મહિડા, ખેડૂત આગેવાનો અને જે પણ સભાસદોને શેરડીનો હપ્તો ન મળેલ હોય તેમણે સાથે મળીને વહીવટદારોને અલ્ટીમેટમ આપીથી તા 17/07/2021 સુધીમાં હપ્તો ખેડૂતના બેંકના એકાઉન્ટમાં ચુકવવામાં આવે.જો આ બીજો હપ્તો સમય મર્યાદામાં નહિ ચૂકવાય તો તા 19/07/2021 ના રોજ સવારે 11 કલાક થી મેનેજીંગ ડિરેકટર અને ચેરમેનની કચેરી સામે બેસી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામા આવશે તેવી ચીમકી સભાસદો અને 4 ડિરેક્ટરોએ આપી છે.

અન્ય સમાચારો પણ છે...