તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વાલિયાના 10 ગામોમાં વીજ વિજિલન્સના દરોડા, 28 મીટરમાંથી ગેરરીતિ ઝડપાઈ

વાલિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભમાડીયા અને કનેરાવ જ્યોતિગ્રામ ફીડરમાં આવતા 619 ઘરોમાં 21 ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં શનિવારે 10 જેટલા ગામડાઓમાં વહેલી સવારે ડિજીવીસીએલની સુરત કોર્પોરેટ કચેરીની વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. લોકો ઊંઘતા હતા ત્યાં તો તેમના બારણે ટીમોએ પહોંચી જઈ વીજ ચેકિંગ હાથ ધરતાં 28 સ્થળેથી ગેરરીતિ ઝડપાય હતી.

વીજ કંપનીની સુરત સ્થિત કોર્પોરેટ કચેરીએથી વિજીલન્સની 21 જેટલી ટીમોએ ઘણા લાંબા સમય બાદ વાલિયા તાલુકાના ભમાડીયા જ્યોતિગ્રામ ફીડરના 10 ગામોમાંથી 5 અને કનેરાવ જેજીવાય ફીડરના 9 ગામમાંથી 5 મળી કુલ 10 ગામ જેમાં વિઠ્ઠલગામ, ઉમરગામ , ભમાડીયા , હોલાકોતર ,નિકોલી,કનેરાવ , કરસાડ ,મેરા ,કરા અને ભરાડીયાના જ્યોતિગ્રામ ફીડરમાં માઈક્રોપ્લાનિંગ કરી પોલીસ બંદોબસ્ત સાથે વીજ દરોડો પાડતા કુલ 619 વીજ કનેક્શનનું ચેકીંગ કરતા તેમાંથી 28 ઘરવપરાશમાં ગેરરીતિ ઝડપાઇ હતી. આ 28 લોકોને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ કંપનીની વિજિલન્સ ટીમે વાલિયા તાલુકામાં લાંબા વિરામ બાદ આ વીજ દરોડા પાડ્યા હતા. જેના પગલે તાલુકાના અન્ય ગામોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.

જિલ્લામાં બે દિવસથી વિજિલન્સના ધામા
ભરૂચ જિલ્લામાં વીજ કંપનીની કોર્પોરેટ કચેરીની વિજિલન્સ ટીમે છેલ્લા બે દિવસથી ધામા નાંખ્યા છે. શુક્રવારે રાજપારડી-ઉમલ્લા પંથકમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી 40 જેટલાં સ્થળોએથી વીજ ચોરી ઝડપાતાં 6 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો