પ્રોત્સાહન માટે મુલાકાત:નર્મદા સુગર ફેક્ટરીના ડિરેક્ટરની વાલિયા ઝોનમાં શ્રમિકોની મુલાકાત

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ચ્યુઅલ બેઠક કરી સંકલન કરવામાં આવ્યું

નર્મદા સુગર ફેકટરી ધારીખેડાના ડિરેક્ટર યોગેન્દ્રસિંહ મહિડા વાલિયા ઝોનમાં ચાલુ સાલે કાપણી ચાલુ હોવાથી વહેલી સવારે ત્રણ વાગ્યે શેરડી કાપતા મજૂરોને પ્રોત્સાહન માટે મુલાકાત લીધી હતી. આ વર્ષે કાળઝાળ ગરમી પડતી હોવાથી સુગરની સિઝન લંબાવવાના કારણે મજુરોને શેરડી કાપણી માટે મુશ્કેલી પડતી હોવાથી વહેલી સવારે મજૂર કાપણી ચાલુ કરી દે અને બપોરે આરામ પણ મળે અને રાત્રે મોડા સુધી શેરડી કપાયએ હેતુથી સુગર ફેક્ટરીએ ગરમીને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સિઝનમાં ખૂબ કાળજી રાખી ખેતીવાડી વિભાગ, કર્મચારી અને મજૂરો શેરડી કટિંગ કરી રહ્યા છે. જેથી વાલિયા વિસ્તારની શેરડી કટીંગ પૂરું થવા ના આરે છે વાલિયા તાલુકામાં કટીંગ કરતા મજૂરોને વહેલી સવારે મળી એમને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વાલિયા ઝોનના ડિરેક્ટર યોગેન્દ્રસિંહ મહિડા ખેતી વિભાગના એગ્રીકલ્ચર ઓફિસર ઝોન સુપરવાઇઝર સ્લીપ બોય મોટી સંખ્યામાં મજૂરો વચ્ચે જઈને પ્રોત્સાહિત કર્યા હતા. આટલી બધી કાળઝાળ ગરમીમા શેરડી કટીંગનો ઈતિહાસ રચી રહેલ છે. ચેરમેન, એમડી છેલ્લા પંદર દિવસથી વર્ચ્યુઅલ મીટીંગ કરી દરેક ખેડૂતો, સ્ટાફ, ડીરેક્ટર અને મજુરો સાથે સંકલનથી ભગીરથ કાર્ય પૂર્ણ થાય એવી સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...