ખોટા કેસની રાવ:કેળનો પાક વીજળીના અભાવે નિષ્ફળ જાય તો અધિકારીઓ સામે કાર્યવાહીની માગ

વાલિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેરાના ખેડૂત ઉપર વાલિયા ડીજીવીસીએલના ત્રણ અધિકારીઓએ ખોટા કેસની રાવ

વાલિયા તાલુકાના મેરા ગામના એકજ પરીવારના છ જેટલા ઘરોમાં ખોટી રીતે હેરાન કરવા વાલિયા ડિજીવીસીએલની કચેરીના ત્રણ જેટલા કર્મચારીઓએ કાવતરું રચી દરોડા પડાવી 2.60 લાખનો દંડ ફટકાર્યો હોવાની રજુઆત કિસાન સંઘના વિભાગીય ઉપ-પ્રમુખે ભરૂચ ડિજીવીસીએલ કચેરીના અધિકારીને સંબોધી તેની નકલ રવાના કોર્પોરેટ કચેરી સુરત, ઉર્જા મંત્રી ગાંધીનગર મુકેશભાઇ પટેલને કરવામાં આવી છે.

આ ત્રણેય કર્મચારીઓ વિરૂધ્ધ તપાસ કરી સસ્પેન્ડ કરવાને વીજ જોડાણ કાપી નાખતા કેળના પાકમાં નુકશાન થાય તેનુ ભરપાય આ ત્રણેય કર્મચારીના પગાર, પીએમ, ગ્રેજ્યુએટીમાંથી પરિવારને આપવા માંગ કરી છે. નટવરસિંહ સોલંકીની રજુઆતમાં વાલીઆ કચેરીના રાજેશ ,ચિરાગ શાહ અને અતુલ નામનો હેલ્પર દ્વારા ખોટી રીતે મેલાનાં જમીન બ્લોક નંબર -283 માં કાયદેસરનું કનેકશન છે જેને ગ્રાહક નં-૦૩૭૦૫/૦૦૫૬૨/૬ છે.

બે એકર જેટલી જમીનમાં ડ્રીપ ઇરિગેશન ફીટ કરેલ છે.જેમાં માંગરોલ સબ ડિવિઝનમાંથી પુરવઠો આપવામાં આવે છે. આ લાઇન છેલ્લાં 4-5 દિવસથી ફોલ્ટમાં જતી રહેતી હોવાથી વીજપુરવઠો બંધ હતો.અગાવ વાલીઆ ઓફીસનાં કમૅચારીઓ વિરૂદ્ધ કરેલ રજૂઆતને લઇને મને ખોટી રીતે કમૅચારી દ્વારા હેરાન કરવામાં આવેલ છે.

ભૂતકાળમાં ચિરાગ શાહ વિરુદ્ધ તા-13-1-2020ના અધિકારીઓ રૂબરૂ નિવેદન આપેલું હતું. નટવરસિંહના લેટરપેડ અને સહીનો દૂર ઉપયોગ કરી જીઇબીનાં અધિકારીઓ વિરુદ્ધ ડિજીવીસીએલ નાજ કોઇ કમૅચારીએ આવું કૃત્ય કરેલ હતું. આથી આ ખોટી રીતે દરોડો પાડી બદનામ કરતા તેઓની તપાસ કરી તાકીદે સસ્પેન્ડ કરવાં મારી ઉગ્ર માંગણી છે.

પ્રેશરના દર્દી હોવાથી કંઇપણ થશે તો આ ત્રણ કમૅચારીઓ જવાબદારી નક્કી કરી યોગ્ય સજા અપાવવા માંગ કરી છે.અન્ય કોઇનાં કનેકશન ચેક કરેલ નથી અને વાલીઆ ડિજીવીસીએલની કચેરીના ભ્રષ્ટાચારથી પ્રજા તંગ આવી ગયેલ છે. આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાં વિંનતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...