આક્ષેપ:રૂંધાના ડે.સરપંચ- ચાર સભ્યોની મહિલા સરપંચ વિરુદ્ધ ફરિયાદ

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ અને વહીવટ કરનાર તેના પતિએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ

વાલિયા તાલુકાના રૂંધા ગામની ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં 2016-17 થી 2021-22 ના વર્ષમાં સત્તાનો દુરુપયોગ કરી સરપંચ નૂતન વસાવા અને વહીવટ કરનાર તેના પતિ હસમુખ વસાવાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરીયાદ ગામનાજ અને સરપંચની દાવેદારી કરનાર સતીશ ચૌધરી સહિત ડે.સરપંચન અને ચાર સભ્યો મળી ગામના અન્ય ચાર ચૌધરી સમાજના લોકોએ પંચાયત મંત્રી ગાંધીનગર,ડીડીઓ ભરૂચ અને ટીડીઓ વાલિયાને લેખિતમાં અરજી આપી હતી.

જેમાં સીસી રસ્તાનું કામ 4 લાખ,પાઈપલાઈન 2 લાખ ,મંદિર ફળિયામાં ટાંકીનું કામ, સબમર્સીબલ મોટર ઉતારવામાં આવી નથી,બોર કરેલ નથી,ગૌચરમાં મંદિર બનાવી તેમાં પશુ અને માનવી માટે પીવાના પાણીની સગવડ ઉભી કરી ગૌચરમાં દબાણ કરવાની પ્રવૃત્તિ કરે છે. ખોદકામ ,ફિટિંગ સામાન વગેરે થઈ આશરે 10 લાખનું ખોટું કામ કરેલ છે આવા આક્ષેપ કર્યા છે.

ચૂંટણી હારી જતાં ખોટું રાજકારણ કરે છે
અગાઉના તલાટી આશાબેન અને તેના પતિ સતીષ ચૌધરી અને નવનીત ચૌધરી જેવો હાલમાં ઉપસરપંચ છે. તેમણે જે કામોની અરજી કરેલ છે. અરજી થયેલ તમામ કામો અમોએ કરેલ છે. ચૂંટણીમાં તલાટીના પતિ સતીશ ચૌધરી હારી ગયા હોય રાજકારણ કરે છે. - નૂતન હસમુખ વસાવા, સરપંચ રૂંધા

પતિ અને પત્નીએ 10 લાખનો ભ્રષ્ટાચાર કર્યો છે
રૂંધા વર્ષ 2016 -17 થી 2021-22 દરમ્યાન ગામના સરપંચ નૂતનબેન વસાવા વહીવટ કરનાર તેના પતિ હસમુખ વસાવા તેમના દ્વારા પાઇપલાઇન સીસી રસ્તાઓ બોર મોટરમાં અંદાજિત ૧૦ લાખ જેટલી રકમનો બ્રષ્ટાચાર કરેલ છે જેની ડીડીઓ દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ કરેલ છે આ પ્રાથમિક તપાસમાં પણ પુરવાર થયું છે. - સતીષ સોમા ચૌધરી, અરજદાર રૂંધા

અન્ય સમાચારો પણ છે...