તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Valia
 • The Canal Connecting Five Villages Built At The Time Of Independence Is In Dilapidated Condition, Residents Of Karsad Village Of Walia Demand To Raise The Canal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોની માગ:આઝાદીના સમયે બનેલું પાંચ ગામને જોડતું નાળુ જર્જરિત હાલતમાં, વાલિયાના કરસાડ ગામના રહેવાસીઓને નાળુ ઉંચુ કરવા માગ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય સરકાર, જિલ્લા અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં નાળુ ઉંચુ કરવામાં આવતું નથી
 • ચોમાસા દરમિયાન નાળુ નીચું હોવાથી બાળકોને પાણીમાંથી પસાર થવું પડે છે

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ અનેક ગામમાં પ્રાથમિક સુવિધાઓને લઇને પ્રજાજનોમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરસાડ ગામાં આવેલું નાળુ પાંચ ગામોને જોડે છે અને તે આઝાદી સમયે બનાવવામાં આવ્યું હતું. આજે આ નાળાની હાલત જર્જરીત છે ત્યારે ગ્રામજનોએ માગ કરી છેકે આ નાળુ ઉંચુ કરવામાં આવે. નાળુ નીચું હોવાથી ચોમાસા દરમિયાન બાળકોને પાણીમાંથી પસાર થઇને સ્કૂલે જવું પડી રહ્યું છે.

કરસાડ ગામના રહેવાસી જયેન્દ્ર ભરથાણીયાએ જણાવ્યું છેકે, વાલિયા તાલુકાના કરસાડ ગામમાં અમારે આવવા-જવા માટે આ એક નાળું છે, બિસ્માર હાલતમાં છે. આ નાળું 1947થી આ સ્થિતિમાં છે. આ અંગે ગુજરાત સરકારમાં અવાર-નવાર રજૂઆત કરી છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં પણ આ નાળાના સમારકામ કે તેને ઉંચુ કરવા માટે તંત્ર દ્વારા આજદિન સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી. નાના ભુલકાઓ જ્યારે પાણીમાંથી પસાર થઇને સ્કૂલ જાય છે ત્યારે વાલીઓનો જીવ અદ્ધર થઇ જાય છે. તેથી સરકાર દ્વારા આ નાળાને ઉંચુ કરવામાં આવે તેવી અમારી માગ છે.

કરસાડ ગામના નાળાનો એટલે બધો પ્રોબ્લેમ છેકે, દર ચોમાસે અમારા છોકરાઓને સ્કૂલ જવામાં તકલીફ પડે છે. આ નાળું પાંચ ગામને જોડતું નાળું છે. તંત્રને રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ રિપેર કરી જાય છે પરંતુ તેને ઉંચુ કરવાની કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો