વાલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારના પાંચ વર્ષના સરકારી તિજોરીના ખર્ચે ઉજવણીના તાયફાઓ સામે સામાજીક ક્રાન્તિ અભિયાન કાર્યક્રમ દરમ્યાન હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાંર સાથે વાલીયા ખાતે ઝઘડિયા ચાર રસ્તા નજીક બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર કરી વિશ્વ આદિવાસી દિવસે તમામ મોરચે નિષ્ફળ રહેલી રૂપાણી સરકારને પોતાનો આયનો બતાવવાનું બીડું ઝડપ્યું હતું.
એક કલાક સુધી કોંગ્રેસના કાર્યકરોએ રસ્તો ચક્કાજામ કરી દેતા બે કિલોમીટર સુધી લાંબી કતારો વાહનોની લાગી હતી સ્થળ ઉપર હાજર પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, અરવિંદ દોરાવાલા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેન્દ્રસિંહ ખેર, ફતેસિંહ વસાવા મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.