નેત્રંગ તાલુકાના બીલાઠા ગામની યુવતી ઘરેથી કોલેજ જાવ છું તેમ કહી નીકળેલી હતી. જે ગતરોજ સાંજે વાલિયા કમળામાતાના તળાવના કાંઠેથી જંતુનાશક દવા પીધેલી હાલતમાં મળી આવતા સારવાર માટે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાય હતી.તે અરસામાં પોલીસ અને તેના પરીવારને જાણ કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાનાં બિલાઠા ગામમાં રહેતી 20 વર્ષીય ઉમાવતી માધવભાઈ વસાવા ગતરોજ સવારે 8 કલાકે ઘરેથી નેત્રંગ ખાતે કોલેજમાં ટીવાય કરે છે એટલે ઘરે કોલેજ જવાનું કહી નીકળી હતી.
આ યુવતીએ વાલિયા ગામમાં આવેલ કમળા માતાજીના તળાવ કિનારે ઝાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.તેણીને ગંભીર હાલતમાં સ્થાનિક યુવાનોની મદદથી વાલિયા પોલીસે તેણીને સારવાર અર્થે પ્રથમ વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વધુ તકલીફ લાગતા સુરત સિવિલમાં રીફર કરવામાં આવી હતી બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.