તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા સહિત 4ની ધરપકડ

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 6 માસ પૂર્વ ડે.સરપંચને મહિલાઓ રજૂઆત કરવા જતાં મારામારી થઈ હતી
  • વાલિયામાં પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધાઇ હતી

છ મહિના પહેલા પૂર્વ સરપંચના સમર્થકો કાર્યકારી ઈન્ચાર્જ મહિલા સરપંચના ઘરે વાલિયા ગામની મહિલાઓ રજુઆત કરવા સમૂહમાં સાંજના સમયે ગયા હતા.આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ સેવતું વસાવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ડેપ્યુટી સરપંચના ઘરે હાજર હતા.રજુઆત કરતા સમયે મામલો બીચકતા બોલાચાલી થતા જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ લઈ લેતા મારામારી થઈ હતી.જેમાં સામસામે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદો થતા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના ચાર કાર્યકરોની છ મહિના બાદ મારામારીની ઘટનામાં પોલીસે ધરપકડ કરી હતી.

વાલિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ગોરધન વસાવાને પાઈપલાઈનના કામકાજમાં ગોબાચારી થઈ હોવાની ફરિયાદો જિલ્લા કક્ષાએ થતા તેમને સરપંચના હોદ્દા પરથી જિલ્લા વિકાસ અધિકારીએ દૂર કર્યા હતા.તે બાબતની રજુઆત કરવા વાલિયા ગ્રામ પંચાયત વિસ્તારની મહિલાઓ ડેપ્યુટી સરપંચના ઘરે ગઈ હતી.

ત્યારે રજૂઆતે મોટું રૂપ ધારણ કરી લેતા મારામારી થતા બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મારામારીની 6 મહિના જૂની આ ઘટનામાં વાલિયા પોલીસે તાલુકા પંચાયત પ્રમુખ સેવતું વસાવા, જયદીપસિંહ ઉર્ફે લાલુભાઈ ગોમાનભાઈ ગોહિલ, જીગરકુમાર ઉર્ફે જયેશ સોમાભાઈ વસાવા અને કમલેશ દયારામભાઈ વસાવાની ધરપકડ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...