ગણેશ સુગર વટારીયા ના ચૂંટાયેલા ડિરેક્ટરો ખેડૂત સભાસદો તથા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ગણેશ સુગરના કસ્ટોડિયન અધિકારીને તેમના દ્વારા બિન પોષણક્ષમ શેરડીના ભાવ પાડવામાં આવતા તે બાબતે ફેરવિચારણા કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સભાસદ ખેડૂતોએ ગણેશ સુગર વટારીયાના શેરડી પકવતા ખેડૂત સભાસદોનો આખરી ફાયનલ ભાવ રૂપિયા ૧૯૭૫ થી 2035 સુધીના પાડેલ છે.
જે ભાવ આજુબાજુ ની સુગર કરતાં ખુબજ નીચા હોય જેનો ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ વટારીયાના સભ્યો તથા ખેડૂતો સભાસદો ભાવ બાબતે ફેર વિચારણા કરીને ભાવ વધારવા રજૂઆત કરીએ છે. સને 20-21નો 2100 રૂપિયા બેલેન્સ સીટ પ્રમાણે ભાવ પાડવામાં આવેલ હતો, તેમા સભાસદોને પ્રથમ હપ્તો 800 રૂપિયા તથા બીજો હપ્તો 500 રૂપિયા પ્રમાણે ચુકવેલ હતો અને ત્રીજો ફાયનલ હીસાબ દિવાળીના સમયમાં ચુકવવાનો હતો પરંતુ ફાઈનલ હપ્તાનો હીસાબ કુલ્લે 40થી 42 કરોડ રૂપિયા વહીવટકર્તાઓ ચુકવી શકયા નથી, તે ફાઈનલ હીસાબ ના 40થી 42 કરોડ રૂપિયા ચાલુ સીઝનની શેરડીના ક્રસીંગની ખાંડ બનાવ્યા પછી ટુકડે ટુકડે ફાઈનલ હીસાબનુ ચુકવણું કરવામાં આવેલ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.