નેત્રંગ ગામના ગિરધરનગરમાં રહેતો રાહુલ સંપતભાઈ દંતાણી પોતાની મારુતિ ઇક્કો ગાડી નંબર-જી.જે.16.સી.એન.2086 લઈ મુસાફરો ભરી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે અરસામાં કોંઢ ગામ પાસે આવેલ જય ભારત વુડ હાર્ડવેરની દુકાન સામે રસ્તાની બાજુમાં પેસેન્જર લેવા ઈકકો ગાડી ઉભી રાખી હતી.ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ભારતબેન્ઝ ડમ્પર નંબર-જીજે. 05. બી. ઝેડ. 9162ના ચાલકે ઈક્કો ગાડીને પાછળથી અડફેટમાં લઈ તેની પાસે ઉભેલા રાહુલ દંતાણીને અડફેટે લઈ કારની પાછળની બાજુ ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો .આ અકસ્માતમાં ઈકકોના ચાલકને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જઈ વધુ સારવાર માટે વડોદરા લઈ ગયેલ હતા.
પોલીસે તેની તપાસમાં વાલિયાના કોંઢ ગામ નજીક મુસાફર ઉતારવા રાહુલ દંતાણીએ કાર ઉભી રાખી હતી તે વેળા પાછળથી પુરપાટ ઝડપે યમ બનીને ધસી આવેલ ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાર ચાલકનું સવાર મળે તે પહેલાં જ માર્ગમાં લઈ જતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરતા જેમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકે ઉભેલી કારને ટક્કર મારી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.આથી ડમ્પર મૂકી નાસી ગયેલ ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.