રેસ્કયુ / સેવડ ગામમાંથી આશરે 4 વર્ષનો દીપડો પાંજરે પૂરાયો

About 4 year old panda from Sevad village was caged
X
About 4 year old panda from Sevad village was caged

  • પાંચ દિવસ પહેલાં પાંજરૂ મૂકવામાં આવ્યું હતું

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વાલિયા. વાલીયા તાલુકાના સેવડગામમાં આવેલ ખેડૂતના શેરડીના ખેતરમાં 5 દિવસ પહેલા દીપડો ફરતો હોવાની માહિતી મળતા વાલીયા ફોરેસ્ટ રેંજ દ્વારા આ દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરૂ મૂક્યું હતું. તેમાં શિકારની શોધમાં આવેલ દીપડો ગત રોજ રાત્રીના આઠ વાગ્યામાં પાંજરામાં પુરાયો હતો.દીપડો પાંજરામાં પુરાયો હોવાના બનાવની જાણ સેવડ ગામ અને આજુબાજુના ગામના લોકોને થતાં લોકટોળા દીપડાને જોવા માટે બેટરી સાથે દોડી આવ્યા હતા. બેટરીઓના પ્રકાશથી દીપડો ગભરાયેલો પાંજરામાં લપાઈ ગયો હતો. દીપડો પાંજરામાં પુરાતા વાલીયા રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ બી.વી.ડામોર તેની ટીમ સાથે આવી તાત્કાલિક દીપડાને પાંજરા સાથે વાલીયા નર્સરી ખાતે લઈ ગયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી