દુર્ઘટના:નેત્રંગ વાલિયા હાઈવે પર ટાઈલ્સ ભરેલી ટ્રકને અકસ્માત

વાલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાત્રીના સમયે વાલિયા- નેત્રંગ ધોરીમાર્ગ ઉપર ભિલોડ ગામના પાટીયા નજીક મોરબીથી 25 ટન ટાઈલ્સ ભરીને આવતી ટ્રક 3 વાગ્યાની આસપાસ વાલિયાથી આગળ ચમારીયા નજીક રોડ પર સામેથી ઓવરટેક કરીને આવતી ટ્રકથી બચવા ચાલકે રોડની સાઈડ ઉતારતા વરસાદને કારણે પોચી પડી ગયેલી જમીનથી ટ્રક રોડ સાઈડમાં ખેંચાઈ હતી. ઝાડ સાથે અથડાઇને નીચે ઉતરી ગઈ હતી. જેમાં ટ્રકનો નીચેનો ભાગ તૂટી ગયો હતો.પરંતુ ટ્રક પલ્ટી ખાતા બચી ગઈ હતી. જેમાં ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...