માંગ:વટારીયા ગણેશ સુગર યાર્ડમાંથી રોડ પર ચડતી ટ્રક ખાડામાં પલ્ટી

વાલિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતો નિવારવા સાઈન બોર્ડ- સિગ્નલ લાઈટ મુકવા માગ

વાલિયા-અંકલેશ્વર રોડ ઉપર વટારીયાની ગણેશ સુગર ફેકટરી નજીક વણાંકમાં શેરડી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા શેરડી આખી પથરાય ગઈ હતી.આ બનાવમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ધારોલી ગામના ખેડૂતની શેરડી ભરી વટારીયા સુગરની સામે આવેલા યાર્ડમાંથી શેરડી ક્રસિંગનો વારો આવતા રોડ ઉપર ટ્રક ચડાવતા ટર્ન નહિ લાગતા શેરડી ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ હતી.

અકસ્માતમાં કોઈને ઇજા નહિ થતા હાશકારો થયો હતો. વહેલી સવારે ટ્રક નંબર-જી.જે.16.યુ.6840નો ચાલક વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ નજીક આવેલ ગણેશ સુગર ફેકટરી નજીક વણાંક નજીકથી પસાર થઈ રહ્યો હતો .આ અરસામાં તેનો સ્ટેયરિંગ પર કાબૂ નહીં રહેતા વણાંક નહિ લેવાતા ટ્રક માર્ગની બાજુમાં આવેલ ખાડામાં પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...