હુમલો:વાલિયાના ડહેલી ગામે ચૂંટણીની આગલી રાત્રે બે જૂથ વચ્ચે ધિંંગાણું

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજા
  • રવિવારે ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાતા મોડી રાત સુધી મતદાન થયું

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે જ બે કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જે અથડામણમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એબ્યુલન્સની સેવાની મદદ વડે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચૂંટણીની આગલી રાત્રીના સમયે જ બે કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી.જેમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ ગામમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...