લોકોમાં ફફડાટ:વાલિયા પાસે દેખાયેલા દીપડાએ નલધરીમાં વાછરડાને ફાડી ખાધું

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલિયા તાલુકામાં દીપડાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. - Divya Bhaskar
વાલિયા તાલુકામાં દીપડાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
  • તુણા ગામ જવાના રસ્તા પર દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ

વાલીયા તાલુકાના નલધરી ગામે ખેડૂતના ખેતરે બાંધેલ બે બળદ અને બે વાછરડામાંથી એક વાછરડાનું ગતરાત્રિના દીપડાએ શિકાર કર્યો હતો. આ અગાઉ પણ તેના બાજુના જ ખેતરમાંથી એક ગાયનું બે વર્ષ પહેલા દીપડાએ મરણ કર્યું હતું. અને આજે જ વાલીયા સિલુડી રસ્તા ઉપર દિવસે દીપડો જોવા મળ્યો હતો. તેનો એક ખેડૂતે વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મુકતા વાયરલ થયો હતો.

આજે છેલ્લા ઘણા વર્ષથી નેત્રંગ અને વાલીયા તાલુકાના ગામોમાં દીપડાની વસ્તી દિન પ્રતિ દિન વધતી જાય છે જેને લઈ દીપડો ખેડૂતનો મિત્ર તો બન્યો છે પરંતુ તેના પશુ માટે ભક્ષક બની ગયો છે.જોકે આ પશુનું દીપડો મારણ કરે ત્યારે તેની કેટેગરી પ્રમાણે વન વિભાગ વળતર પણ આપતું હોય છે.

વાલીયા નલધરી ગામની સીમમાં એપ્કો ટેક્સ કંપનીની બાજુમાં નીતાબેન આર્યની 10 એકર જમીન આવેલી છે. જેમાં તેમણે કપાસ અને શેરડીનો પાક કરેલો છે.અને તેમના ખેતરમાં છાપરું કરીને બે બળદ અને બે વાછરડા બાંધવામાં આવે છે પશુપાલન સાથે ખેતી કરવામાં આવે છે.

ત્યાં ગતરાત્રિના બે બળદ અને બે વાછરડામાંથી એક ઉપર દીપડાએ તરાબ મારી તેનું મરણ કર્યું હતું. તેના ખેતરની આજુબાજુમાં અવારનવાર દિપડો જોવા મળે છે. બે વર્ષ પહેલા દીપડાએ તેના એક ખેતર છોડીને વટારીયા ગામની સીમમાં ગાય ઉપર હુમલો કરી મારણ કર્યુ હતું .

અન્ય સમાચારો પણ છે...