કાર્યવાહી:વાલિયાના ડણસોલી ગામેથી 97 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

વાલિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો

બાતમી આધારે વાલીયાના ડણસોલી ગામે બુટલેગરના ઘરમા જમીનમા બનાવેલ ભોયરામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ , સહીત 97 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાલીયા પો.સ્ટે.માં સોંપવામાં આવી હતી. વાલિયા તાલુકાના ડણસોલી ગામના લીમડી ફળિયામાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દિવાળી તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રોહિબિશન જુગારની દ્રાઈવમાં વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે વાલિયા તાલુકાના ડણસોલી ગામના લીમડી ફળિયામાં રહેતા બુટલેગર પંકજ ઉર્ફે કાળું દિલીપ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે ઘરની પાસે જમીનમાં બનાવેલ ભોંયરામાંથી વિદેશી દારૂની 921 નંગ બોટલ કબ્જે કરી હતી અને 95 હજારનો વિદેશી દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ 97 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર પંકજ ઉર્ફે કાળું દિલીપ વસાવાને ઝડપી પાડી તેને વાલિયા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...