કાર્યવાહીની માગ:વાગરાના મુસ્લિમ સમાજે પયગંબર સાહેબ વિશેની ટિપ્પણીને વખોડી

વાગરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માગ

વાગરામાં મુસ્લિમ સમુદાયે મામલતદારને આવેદન પત્ર આપી પયગંબર સાહેબ વિરૂદ્ધ ટીપ્પણી કરનારાઓ સામે કાર્યવાહીની માગ કરી છે. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર હજરત મોહમ્મદ સ.વ. ની શાન માં તથા આયશા રદી. અલ્લાહ ની શાનમાં બીજેપી ના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા દ્વારા એક ટીવી ડિબેટ માં ટાઈમ્સ ન્યૂજ ચેનલ માં જાહેર માં અભદ્ર ટિપ્પણી કરી મુસ્લિમ ધર્મ ની આસ્થાને ઠેસ પહોચાડેલી છે તથા આવી અભદ્ર ટિપ્પણી થી સમગ્ર ભારત દેશ માં શાંતિ ને ડહોળાવ્વાનો પ્રયત્ન કરેલ છે.

અમો સમસ્ત વાગરા તાલુકા ના મુસ્લિમ સમાજ ની લાગણી અને માંગણી છે કે ઉપરોક્ત અભદ્ર ટિપ્પણી કરનાર બીજેપી ના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તથા તેમની રાષ્ટ્રીય પ્રવકતા ના પદ પરથી દૂર કરવામાં આવે અને કડક માં કડક સજા કરવામાં આવે તેવી અમો સમસ્ત વાગરા તાલુકાનાં મુસ્લિમ સમાજ ની લાગણી અને માંગણી છે .

આ આવેદનપત્ર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોચાડવામાં આવે એવી તેવી વાગરા તાલુકાનાં મુસ્લિમ સમાજ ની લાગણી અને માંગણી છે. આવેદનપત્ર મુસ્તાક દલાલ, એહમદભાઈ હાફેજી સારણ વાળા, જાકીર યુસુફભાઈ મુન્શી, હાફેજી સૈયદઅલી અબ્બાસઅલી વાગરા, ફારૂકભાઈ રજવી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ શાંત પૂર્વક હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...