કામગીરી:વાગરામાં વનકુટિર તોડી પાડતાં જમીન માલિકને ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી

વાગરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વનકુટિરની તોડફોડ કરવામાં આવતાં કાર્યવાહી થઇ છે. - Divya Bhaskar
વનકુટિરની તોડફોડ કરવામાં આવતાં કાર્યવાહી થઇ છે.
  • સિનિયર સિટિઝનોને બેસવા માટે વનકુટિર બનાવવામાં આવી હતી

વાગરા અપના નગર નજીક મેઇન રોડથી દૂર સિનિયર સિટિઝનો માટે તાલુકા પંચાયતના ભંડોળમાંથી વનકુટિર અને બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા બનેલી વનકુટિરમાં સિનિયર સિટિઝનો બેસવા માટે આવતાં હતાં. 13મી માર્ચ 2023ના રોજ ગ્રામ પંચાયતની મંજૂરી વિના જમીન માલિકે સરકારી વનકૂટિર તોડી નાંખી છે. વનકુટિર તોડવા બાબતે ગ્રામ પંચાયતે જમીન માલિકને નોટિસ ફટકારી છે.

અમારી મંજૂરી વિના વનકુટિર બનાવાઇ
અમારી માલિકીના ખેતરમાં અમને પૂછયાં વિના કે અમારી પરવાનગી સિવાય ગ્રાંટ મંજૂર કરાવી વનકુટિર બનાવી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયતનું ગેરકાયદેસરનું કૃત્ય અમને મંજૂર નહિ હોવાથી અમે વનકુટિરનું દબાણ દુર કર્યું છે. - તૌસીફભાઇ, જમીન માલિક .

અન્ય સમાચારો પણ છે...