હાલમાં લગ્નની સીજન ધૂમધમથી દરેક ગામડાઓમાં ચાલી રહી છે. ત્યારે કડોદરા ગ્રામ પંચાયતએ ગામમાં પ્રવેશતા પહેલા જ રોડની બાજુમાં ગ્રામ પંચાયત દ્વારા બોર્ડ મૂકવામાં આવેલ છે જેમાં જણાવવામાં આવેલ છે કે કડોદરા ગ્રામ પંચાયતે નક્કી કરવામાં આવેલ છે
કે બહારથી આવતા વાહનો નાના મોટા દરેક માટે આ રસ્તો બંધ કરવામાં આવે છે કે જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેનો દંડ વસૂલ કરવામાં આવશે જેમાં બાઇકના રૂ 200, ફોર વિલ ગાડીના 500, તેમજ મોટા વાહનોના રૂ. 1000 વસૂલ કરવામાં આવશે જો કોઈ આ નિયમોનું પાલન ફરજિયાત કરવું પડશે જેનો અમલ તા 10-5-2022ના રોજ મંગળવારથી અમલમાં આવશે.
એમ કડોદરા ગ્રામ પંચાયતે બોર્ડ મારી જાહેર સૂચનો આપી રહી છે. કડોદરા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશભાઈ ને બોર્ડ વિષે પૂછતાં તેઓએ જણાવ્યુ છે કે રસ્તાઓ બગડી જતાં હોય તેમજ છોકરાઓના અકસ્માત થવા ના સંભવ હોય જેના લીધે આ બોર્ડ મારવાની ફરજ પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.