કાર પાણીના પ્રવાહમાં તણાઈ:વસ્તી ખંડાલી રોડ પર ફસાયેલી કારમાંથી પોલીસે 5 લોકોને બચાવ્યાં

વાગરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગરા તરફથી વસ્તી ખંડાલી જતા માર્ગ પર પાણી ભરાવાના કારણે એક વેગનઆર કાર નાળા નીચે ઉતરી જતાં પાણીમાં તણાઈ હતી. વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાડીનું રેસ્કયું કરી પાંચ લોકોનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. વાગરા તાલુકા સહિત રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેથી ઠેકઠેકાણે જળ ભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદના કારણે વાગરાથી વસ્તી ખંડાલી ગામ તરફના માર્ગ પર આવેલ નાળું પાણીમાં ડૂબી જતાં ત્યાંથી પસાર થતી એક વેગનઆર કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ઘટના અંગે વાગરા પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં સવાર પાંચ લોકોને બચાવ્યા હતા.

કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં એક મહિલા, બે પુરૂષ સહિત બે નાના બાળકો પણ હતા. જોકે સંકટ સમયે વાગરા પોલીસે સત્વરે પહોંચી ઉમદા કામગીરી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...