રોષ:કડોદરા નજીક UPL કંપનીના કેમિકલયુક્ત પાણીથી કાંસ ભરાતા ગ્રામજનોમાં આક્રોશ

વાગરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજેતા સરપંચનો પદભાર સંભાળતા પૂર્વે ગામની સમસ્યાને લઇને રજૂઆત, પોલીસમાં જાણ કરી

વાગરા તાલુકામાં આવેલ કડોદરા નવયુવાન સરપંચ યોગેશસિંહ ગોહિલ એક લેખિત નિવેદન આપી જણાવી રહ્યા છે કે યુપીએલ કંપની દ્વારા નખાયેલ વેસ્ટ કેમિકલની લાઇનમાં લીકેજ થયેલ છે અને કંપની આ કામને દબાવવા માટે હલચલ કરી રહ્યા હોય જે બાબતે ખબર પડતાં સ્થળ ઉપર ચાલી રહેલુ કામ ને બંધ કરાવ્યું હતું આ કેમિકલ ખરાબ હોય જે બાબતે શનિવાર ના રોજ 6 વાગ્યાથી રવિવાર 12 વાગ્યા સુધી કંપની ના કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર આવ્યા ન હોય જેથી કંપની દ્વારા વેસ્ટ કેમિકલની લાઇનની લીકેજ હોય જેનાથી ખાડાઓ ભરાતા હોય જે બાબતે કલેક્ટરને જાણ કરવાની ફરજ પડી હતી. ગામ લોકો આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગામના ઢોરો રોડની આજુબાજુ ચરતા હોય અને જો વેસ્ટ કેમિકલયુક્ત પાણી પીવે તો મરણ પામે તો આની જવાબદારી કોણ લેશે.

ગામના નવયુવાન સરપંચ યોગેશસિંહ ગોહિલ જેઓ 19મીના રોજ થી ગામ પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેશે પરંતુ મારી પણ જવાબદારી છે કે ભલે હું 19ના તારીખનાં દિવસોમાં હજુ વાર હોય પણ મને ગામ લોકોએ સરપંચ તરીકે જીતી લાવેલા હોય જે મારી પણ ફરજ પડે છે કે ગામ માં આવા કેમિકલ પાણી પીવાથી ગામ કોઈ ગરીબ ના ઢોરો પાણી પી ને મરણ પામે તો મારે આ કામ ને તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈને યુ પી એલ કંપની વેસ્ટ કેમિકલ પાણી નો સેમ્પલ લઈને તાત્કાલિક યુદ્ધ ના ધોરણે ખાડાઓમાં સંઘરેલ પડેલું દુર્ઘન્દ પાણી ટેંકરો મારફતે ભરાવી લઈ અને પ્રશ્ન હલ કરે તેવી મારા ગામ જનો ની રજૂઆત છે. ગામ લોકોના ટોળાં સ્થળ ઉપર ભેગા થતાં ના સમાચાર દહેજ પોલીસ ને મળતા દહેજ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...