તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:વાગરામાં 70 ટ્રેકટર-ટ્રોલી સાથે ખેડૂતોની રેલી, મગની ટેકાના ભાવે ખરીદી નહીં થતાં ખેડૂતોને 1400ની ખોટ

વાગરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગની ખરીદી કરવા રજૂઆત કરી

વાગરામાં ખેડૂત આગેવાન અજીતસિંહ બળવંતસિંહ રાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો 70 જેટલા ટ્રેક્ટર, ટ્રેલરો સાથે તાલુકા મથકે માર્ગો ઉપર વિરોધ પ્રદર્શન માટે ઉમટી પડ્યા હતા. આ રેલી એસટી ડેપોથી ચીમન ચોક વિસ્તાર થઈને વાગરા મામલતદાર ઓફિસે પહોંચી હતી. ખેડૂતોની માંગણીઓ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડૂતોએ મામલતદારને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીના સમયમાં લોકડાઉનની સ્થિતિ સર્જાતા ખેડૂતો પોતાનો પાક બજારમાં વેચી શક્યા નથી. સરકાર દ્વારા મગની ખરીદીની નોંધણી પણ કરવામાં આવેલ નથી.

હાલના સમયમાં મગના ભાવ બજારમાં અંદાજિત 5800 પ્રતિ ક્વિન્ટલ છે. જે સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ 7196 કરતાં અંદાજિત પ્રતિ ક્વિન્ટલ 1400 ઓછા છે. જે ખેડૂતને ખૂબ જ પીડાદાયક છે. ખેડૂતો દેવાદાર પણ બન્યા છે. આવા ખેડૂતોના કપરા સમયમાં સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવે ખરીદી તાકીદે ચાલુ કરવા ખેડૂતોની માંગ છે. જેથી તાકીદે ખેડૂતોનો હિત ધ્યાને લેવામાં નહીં આવે તો નછૂટકે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

આ બાબતે ઉપસ્થિત થઈ તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચિંકી પણ આપી હતી. લેખિત આવેદનપત્રમાં ખેડૂત આગેવાન અજીતસિંહ બળવંતસિંહ રાજ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો વાગરા મામલતદાર ઓફિસે ટ્રેક્ટર, ટ્રેલરો સાથે ખેડૂતો આવી પહોચી હતી.

અન્ય સમાચારો પણ છે...