પિસ્તોલ શોધવાની કવાયત:તળાવમાંથી પિસ્તોલ શોધવા 7 ઓક્સિજન સિલિન્ડર પૂરા થયા,પાણીમાંથી કંઈ ન મળ્યું

વાગરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાગરામાં વિલાયતના યુવકની બિહારી સાળા-બનેવીએ હત્યા કરી હતી

વાગરાના વિલાયતમાં ગામના નાગારવાડ ફળિયામાં રહેતા અશ્વિન ઉર્ફે શંભુ રમેશભાઈ પટેલ જ્યુબિલેન્ટ કંપનીમાં નોકરી કરતો હતો. તેને સરફે આલમ મહોમંદ સમરુદ્દીન મન્સુરીસાથે વર્ષ 2009થી મિત્રતા થતાં બંન્ને વચ્ચે રૂપિયાની લેતી દેતીનો પણ વ્યવહાર ચાલતો હતો. પરંતુ થોડા સમય પહેલા બંનેય વચ્ચે નાણાંકીય લેતી બાબતે મનદુઃખ થયું હતું. જેથી સરફે આલમે અશ્વિનને પતાવી દેવાનું નક્કી કરીને બિહારના ઈનરવામાં રહેતા તેના સગો સાળો મહીસુલ આલમ રસુલ રૈફુલ આઝમ ભોલામીયાને બોલાવ્યો હતો.

સાળાએ પકડાઈ જવાના ડરથી પિસ્તોલ બિહારથી ચોખાની બોરીમાં સંતાડીને લાવ્યો હતો. સાળા-બનેવીએ પૂર્વ આયોજીત કાવતરું રચીને ગુરુવારે રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અશ્વિન પટેલની હત્યા કરી નાંખી હતી. જે બાદ પોલીસે બંને હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી હત્યામાં વપરાયેલી પિસ્તોલ કબજે કરવા પોલીસે તપાસ કરતાં તે પિસ્તોલ વાગરાના તળાવમાં ફેંકી દીધી હોવાનું આરોપીઓએ જણાવતા પોલીસે તરવૈયાઓની મદદથી બે દિવસથી પિસ્તોલ શોધવાની કવાયત હાધ ધરી છે. જોકે, સુરતની ટીમે પાણીની અંદર પિસ્તોલ શોધવા 7 ઓક્સિજન સિલિન્ડર પૂરા કરી દીધા હતા. પરંતુ હજુ સુધી પિસ્તોલ શોધવામાં સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...