તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પિયરથી સાસરે જવા નીકળેલી પરિણીતા બે પુત્રો સાથે લાપતા

રાજપારડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાદરાના મોભા ગામની યુવતીના રાજપારડી ગામે લગ્ન થયા હતા

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે હેરકટીંગનો વ્યવસાય કરતા સચીન હસમુખ વાળંદના લગ્ન મોભા ખાતે રહેતી હેતલ સાથે થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો છે. જેમાં મોટો અક્ષ 7 વર્ષનો અને નાનો માહિર 3 વર્ષનો છે. ગત તારીખ 25 નવેમ્બરે સચીન તેની પત્ની અને બાળકો સાથે વડોદરાના ગોત્રી ખાતે માસીને ત્યાં મકાનના વાસ્તામાં ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેની સાસરીના ગામ મોભા ખાતે રોકાયા હતા. જ્યાં હેતલ અને બંને બાળકો રોકાયા હતા જ્યારે સચિન વતન રાજપારડી આવી ગયો હતો.

ગત 4 ડિસેમ્બરે હેતલ મોભાથી તેના બાળકો સાથે રાજપારડી આવવા નીકળી હતી. સચીન સાથે સવારે વાત થયા બાદ બપોરે ફરી ફોન કરતાં પત્નો ફોન બંધ આવતો હતો. સચિને સાળી શિવાનીને ફન કરતાં હેતલને ઝાડેશ્વર ખાતે બનેવી લેવા આવશે તેવું હેતલે જણાવ્યું હતું. ત્યારબાદ સચીને ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર આવીને પત્ની અને બાળકોની તપાસ કરી હતી, પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.

તારીખ 5 ડિસેમ્બરે સચીને જંબુસર બસ ડેપોમાં જઈને ત્યાંના સીસીટીવી કુટેજ ચેક કર્યા હતા. પરંતુ હેતલ કે બંને બાળકો ક્યાંય દેખાયા નહોતા. પિયર મોભાથી સાસરી રાજપારડી આવવા નીકળેલી પરિણીતા બંને બાળકો સાથે રહસ્યમય સંજોગોમાં લાપતા થતાં પતિ સચીન વાળંદે વડુ પોલીસ મથકમાં પત્ની અને બંને બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો