શ્રદ્ધાળુઓ ઉમટયાં:રાજપારડીના સારસા માતાના ડુંગરે સમા પાંચમનો મેળો

રાજપારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજપારડીથી નેત્રંગ જતા માર્ગ પર મેળામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાતીગળ મેળાની મોજ માણી હતી. - Divya Bhaskar
રાજપારડીથી નેત્રંગ જતા માર્ગ પર મેળામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાતીગળ મેળાની મોજ માણી હતી.
  • भाભાસ્કર વિશેષ |બે વર્ષ બાદ ભરાયેલા મેળામાં આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટયાં

ઝઘડિયા તાલુકામાં આવેલાં સારસા માતાજીના મંદિર ખાતે સમા પાંચમનો ભવ્ય ભાતીગળ મેળો ભરાયો હતો. સારસા માતાજી ડુગરે સમા પાંચમનો મેળો ભરાયો હતો. રાજપારડીથી નેત્રંગ જવાના માર્ગ પર ત્રણ કિમીનાં અંતરે આવેલ સારસા માતાના ડુંગરે સામાપાચમનો મેળો કાયમી ભરાય છે. બે વર્ષ લોકડાઉન આવી જતા મેળો મુલતવી રાખવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે સારસા માતાનો ડુંગર પર મેળો ભરાયો હતો.જેમાં આજુ બાજુના ભક્તો તેમજ શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. ડુંગર ઉપર સારસા માતાનુ મંદીર આવેલું છે.

તેમજ ડુગરની નીચે પણ સારસા માતાનુ મંદીર તેમજ સાથે કળીયાદેવનું મંદીર આવેલુ છે. તેમજ સાથે તળાવ આવેલુ છે. ભાલોદ, વણાંકોર, સારસા,નેત્રંગ અવિધા, ઝઘડીયાથી મોટી માત્રામા માતાના દર્શન માટે આવ્યાં હતાં.

રાજપારડી ચોકડીથી સારસા માતાના મંદીર સુધી માનવ મહેરામણ જોવા મળ્યું હતું. પગરખા તેમજ અન્ય ચીજોની હાટડીઓ તેમજ સ્ટોલ ઉભા કરાયા હતા. તેમજ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉભરાતા કોઇ અનિચ્છ બનાવના બને તે હેતુથી રાજપારડીના PSI જી. આઇ. રાઠોડ દ્વારા ચાપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.તે આ મેળો ઝઘડિયા તાલુકામાં સૌથી મોટો ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...