ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પાછલા સપ્તાહમાં વિચિત્ર ઘટના બની હતી જેમાં બુધવારે અને શુક્રવારે બે અલગ અલગ દિવસો દરમિયાન નગરના પટેલ નગરની બહારના ટી.સી.પર બીલાડી ચઢી જતા બિલાડી વિજ કરંટની ઝપેટમાં આવી જતા બન્ને બિલાડીઓના મોત થયા હતા બિલાડી વિજ કરંટની ઝપેટમાં આવીજતા મોટા ધડાકા સાથે વિજ ફોલ્ટ સર્જાયો હતો અને વિજ ફોલ્ટ બાદ પટેલ નગરના કેટલાક રહીશોના વિજ ઉપરકરણોને નુકશાન થયુ હતુ
ઘટના બાબતે પટેલ નગરના રહીશોએ ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીમાં રજુઆત કરતા મુખ્ય અધિકારીએ તાકીદે ટેકનિકલ ટીમ બોલાવી ટી.સી.ઉપરના ડીઓ ઝંપરો પર બુટીંગ કરાવી રબ્બરના મજબુત કવરો ચઢાવવાની કામગીરી કરાવી હતી. વિજ વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે આ કામગીરી બાદ ટી.સી.પર બિલાડી અથવા અન્ય કોઇ પ્રાણી ચઢશે તો ટી.સી.ના સ્ટડવારા વિભાગના સંપર્કમાં નહિ આવે જેથી બિલાડીઓ અને અન્ય પ્રાણીઓના જીવ બચશે અને વિજ ગ્રાહકોને વારંવાર ફોલ્ટ નહિ થતા નુકશાન નહિ વેઠવુ પડે વળી આ કામગીરી દરમિયાન જરૂરી સમારકામ પણ થઇ જતા લોકોને વારંવાર વિજળીનો પ્રવાહ બંધ થવાની સમસ્યામાંથી છુટકારો મળશે તેમ જણાવ્યું હતુ જોકે આ કામગીરી દરમિયાન બે કલાક સુધી ગ્રામજનો કાળઝાળ ગરમીમાં વિજ પ્રવાહ વગર ગરમીમાં શેકાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.