વીજ ચોરામાં ફફડાટ:રાજપારડી પંથકમાંથી રૂ.25 લાખની વીજચોરી ઝડપાઇ

રાજપારડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની ટીમોની કાર્યવાહીથી વીજ ચોરામાં ફફડાટ

ઝઘડિયા તાલુકાના રાજપારડી, માધવપુરે, સારસા જેવા વિવિધ ગામોમાં વીજ કંપની દ્વારા ઓચીંતુ વીજ ચેકિંગ હાથધરવામાં આવ્યુ હતુ જેમાં 25 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઇ હતી વીજ કંપનીએ વીજચોરી કરતા તત્વોને 25 લાખ રૂનો દંડ ફટકાર્યો હતો

સોરાષ્ટ પોરબંદર રાજકોટ તરફથી આવેલી જીયુવીએનલની ટીમોએ રાજપારડીના માધપુરે સારસા નવીનગરી જેવા ગામોમાં ઓચીંતુ વીજ ચેકિંગ કર્યુ હતુ અને અસંખ્ય વિજ મિટરોની ચકાસણી કરતા 60થી વધુ વિજ ગ્રાહકો વિજળી ચોરી કરતા આબાદ ઝડપાયા હતા વીજ કંપની દ્વારા વીજળી ચોરી કરતા તત્વોને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો વીજ કંપની દ્વારા ઓચીંતા દરોડા પાડતા વીજચોરી કરતા લોકોમાં ભારે ગભરાહટનો માહોલ ઉભો થયો હતો હજુપણ વીજ કંપની દ્વારા વીજ ચોરી કરતા લોકોને દંડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...