તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ છોડી દેવાયું:રાજપારડીના જીએમડીસી ફાટકથી પડવાણીયા માર્ગની અધુરી કામગીરી

રાજપારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 400 મીટરનું કોંક્રિટ વર્ક કરી કામ છોડી દેવાયું

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની આજુબાજુના ગામો માટે રાજપારડી ધંધાકીય મથક છે. લિગ્નાઇટ તેમજ સિલિકા વહન કરતા વાહનો જીએમડીસી કોલોની પાસેથી પસાર થતા માર્ગેથી પસાર થાય છે. રાજપારડીની જીએમડીસી ફાટકથી આમોદ આમલઝર પડવાનીયા જેવા ગામોએ જવાના રોડનું કામ પાસ થઇ ગયેલ છે. કામ શરુ થયા બાદ 400 મીટર જેટલું કોંક્રીટ કામ થયું છે.

બાકીના રોડની કામગીરી અધુરી મુકી દેવાતા આ સાત કિમીના રસ્તાની આજુબાજુ આવેલ અંદરના ગામોની જનતા તેમજ આ રોડનો ઉપયોગ કરતા વાહનો માટે સમસ્યા સર્જાવા પામી છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. ત્યારે માર્ગની અધુરી કામગીરી તાકીદે શરુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રાજપારડી ચોકડી નજીક જીએમડીસી ફાટક પાસે આ માર્ગ સ્ટેટ હાઇવે સાથે જોડાય છે. રાજપારડી જીએમડીસી વિસ્તાર માટે મહત્વના આ માર્ગની કામગીરી તાત્કાલિક શરુ કરવાની જરુર છે.

અન્ય સમાચારો પણ છે...