લોકોમાં ભય:ઝઘડિયાના જૂની તરસાલી ગામે દીપડાથી ભય ફેલાયો

રાજપારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો-શ્રમજીવીઓ સીમમાં જતાં ખચકાય રહ્યા છે

ઝઘડીયાના સારસા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યા બાદ હવે જુની તરસાલી ગામમાં દીપડો અને બચ્ચાઓએ દેખા દેતાં લોકોમાં ભય ફેલાયો છે. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દિપડાઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે.

શેરડીના ખેતરો તેમના માટે સલામત આશ્રયસ્થાન બની ચુકયાં છે. શેરડીની કાપણી શરૂ થઇ ચુકી હોવાથી દીપડાઓ હવે શિકારની શોધમાં માનવ વસાહતો તરફ આવી રહયાં છે. જુની તરસાલી ગામે કબ્રસ્તાન નજીક એક દિપડો તેમજ એક ખેતરમાં દિપડાના ચાર બચ્ચાં દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. દીપડી હુમલો કરે તેવી સંભાવનાના પગલે ખેડુતો અને શ્રમજીવીઓ ખેતરોમાં જતાં ડર અનુભવી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...