અકસ્માત:ટિફિન ભૂલી જતાં લેવા ગયેલા GEB કર્મીનું મોત, ઓફિસ જતી વેળાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી

રાજપારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજપારડીનો ખખડધજ માર્ગ મોત માટે નિમિત્ત બન્યો

ઝઘડીયા ના ખડોલી પાસે ભારે વાહન ની ટકકરે એક મોટરસાઇકલ ચાલક નું કમકમાટીભર્યું મૌત નિપજતા લોકો માં પ્રબળ રોષ જોવા મળી રહ્યો છે.કાલ રાત્રી દરમિયાન મોટા સાંજા ગામ ના રહેવાસી અને રાજપારડી જીઇબી વિભાગમા લાઈન મેન તરીકે ફરજ બજાવતા નટવરભાઈ વસાવા પોતાની ફરજ ઉપર થી પરત ફરતા પોતે ટિફિન ભૂલી ગયા છે તેમ યાદ આવતા તેઓ અને તેમના સહકર્મી સંજયભાઈ સુરસંગભાઈ વસાવા સીમોદરા ગામે થી પરત ફરી રહયા હતા.

ત્યારે ખડોલી ગામ ના પાટિયા નજીક પાછળ થી અત્યંત પુર ઝડપે આવી રહેલાં કન્ટેનર નમ્બર DN-09-R-9104 ના વાહનચલકે આગળ બાઈક સવાર નટવરભાઈ ને ટક્કર મારતા ચાલક પોતાની મો.સા સહિત રોડ ઉપર પટકાયા હતા. અને તેમને માથા અને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, આ ઘટના તેમની પાછળ આવી રહેલા સહકર્મી સંજય ભાઈ એ નિહાળતા રોકાઈ ને નટવરભાઈ ને તપાસતા તેમને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણતા 108 પાસે ફોન દ્વારા મદદ માંગી હતી.

એમ્બ્યુલન્સ આવી પરંતુ ઇજા પામેલ નટવરભાઈ મરણ પામી ચુક્યા હતા. વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. આમ રોડ અકસ્માત મા એક આશાસ્પદ યુવાન નું મૌત નિપજતા સમગ્ર પંથક માં ગમગીની ફેલાઈ જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકા માંથી પસાર થતા હાઇવે ની ખસ્તા હાલત ને કારણે નાના મોટા વાહન ચાલકો રોજ યાતના ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...