ભરૂચ જિલ્લામાં પહેલી ડિસેમ્બરના રોજ થનારી ચુંટણી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સાથે અર્ધ લશ્કરી દળોના જવાનો પણ તૈનાત રહેશે.ભરૂચમાં ચુંટણી શાંતિપુર્ણ સંપન્ન થાય તે માટે પોલીસની સાથે સાથે અર્ધ લશ્કરી દળોના જવાનોને પણ મોકલવામાં આવ્યાં છે.
ભરૂચ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજવામાં આવી રહી છે. ઉમલ્લા પોલીસ મથકનના દુ,વાઘપુરા, ઢુંઢા, ફીચવાડા ગામમાં CRPFના જવાનોએ ફલેગમાર્ચ યોજી હતી. તેમની સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયાં હતાં. ગામડાઓમાં લોકોને કોઇ પણ જાતનો ડર રાખ્યાં વિના શાંતિપુર્ણ રીતે મત આપવા અપીલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.